________________
શ્રી વચનામૃતજી
૧૦૩
નથી, એમ આપણે જાણ્યું નથી, મોહને લીધે અને શરીર એટલે જ હું છું, શરીરનાં સગાં એ જ મારાં છે, એમ માનીએ છીએ. જે પોતાનું નથી એને આપણે પોતાનું માનીને બેઠા છીએ. પોતે જે સ્વરૂપે છે, એને ઓળખતા નથી માટે આપણને મૃત્યુની બીક લાગે છે. નહીં તો મૃત્યુની બીક શાની ? જેમ જીર્ણ વસ્ત્ર કાઢી નાખીને આપણે નવું પહેરીએ છીએ, એમ આ આત્મા જૂનું શરીર મૂકીને નવું ધારણ કરે છે. બાકી આત્માને કાંઈ થતું નથી. છતાં દુઃખ કેમ લાગે છે ? કારણ કે આ શરીર, સગાં, સંપત્તિ વગેરે મારાં એવા મોહને લીધે. એને બાથ ભીડીને બેઠો છે. આ છોડી દેવું પડશે. આ મારાં સગાં, આ મારું શરીર, આટલું મેં દ્રવ્ય ભેગું કર્યું, આ સુખ સાહ્યબી, આ બધું છોડીને ચાલ્યા જવું પડશે. અને ક્યાં જઈશ એ ખબર નથી. માટે પોતાને બીક લાગે છે. પણ જો તમે સાચી કમાણી કરો તો તમે બહાદુરીપૂર્વક અહીંથી જઈ શકો. બહાદુરીપૂર્વક એટલે કે “મેં મારું કામ કરી લીધું છે' એ અર્થમાં.
ત્રીજું પદ :- “આત્મા કર્તા છે.” સર્વ પદાર્થ અર્થક્રિયાસંપન્ન છે. કંઈ ને કંઈ પરિણામ ક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે, ક્રિયાસંપન્ન છે, માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે; પરમાર્થથી સ્વભાવપરિણતિએ નિજસ્વરૂપનો કર્તા છે. અનુપચરિત (અનુભવમાં આવવા યોગ્ય, વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મનો કિર્તા છે, ઉપચારથી ઘર, નગર આદિનો કર્તા છે.
જડ હોય કે ચેતન હોય, બધા અર્થક્રિયા સંપન્ન છે. કોઈ ક્રિયા વગરનાં નથી. જ્યાં જ્યાં કિયાસંપન્નતા છે, ત્યાં કર્તાપણું છે. આત્મા કર્તા તો છે; પરંતુ આપણે નથી જાણતા કે આત્મા કર્તા છે. જો જાણતા હોઈએ તો તો આપણે એને પકડ્યો હોત. આત્માને ત્રણ પ્રકારનું કર્તાપણું છે. પ્રથમ તો એ પોતાના સ્વભાવના કર્તા છે. પણ એ અજ્ઞાનથી ભરપૂર ચાલ્યો આવે છે, અજ્ઞાન હોવાથી એ કર્મનો કર્તા થઈ જાય છે. કર્મનો કર્તા કહે છે કારણ કે અજ્ઞાન છે. અજ્ઞાન એટલે શું ? એ પણ જ્ઞાન જ છે, પણ ઊંધું જ્ઞાન. આપણે જ્ઞાન પ્રાપ્ત કરવું છે, પણ અજ્ઞાન છે ત્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત થાય નહીં. તો અજ્ઞાન છે શું ? એ જ્ઞાન છે, પણ અસમ્યક જ્ઞાન છે. દિશાભ્રમવાળું જ્ઞાન છે. સાચું સમજતાં જ નથી. ઊંધું સમજીએ છીએ કે સાચું ? હમણાં ઘડી પહેલાં વિચાર થયો કે આ શું સૂર્ય ઊગે છે ? સૂર્ય તો બે હોય નહીં અને આ તો બે છે. તો જોયું કે આપણા થાંભલા પર બે બત્તી છે ને એ બંધ નહોતી થઈ. પરંતુ એ કોઈ સૂર્ય નથી. વળી તરત વિચાર આવ્યો કે સૂર્ય કાંઈ પશ્ચિમ દિશામાં ઊગતા હશે ? પૂર્વમાં ઊગે. સૂર્ય પાછળ ઊગે ? આપણે પશ્ચિમને પૂર્વ માન્યું અને માંડ્યું છે ચાલવા. એમ આ પૂર્વમાં મોક્ષ ? એમ આ મોક્ષમાર્ગનું. મોક્ષમાર્ગ અંદરમાં છે અને આપણે પુરૂષાર્થ કરીએ છીએ બહાર. કેમ કે આપણે આ શરીર એટલે જ “હું” એમ માનીએ છીએ. પણ આપણે તો બહાર શોધીએ છીએ અને માનીએ છીએ એમ કે હું પૂર્વ તરફ જઈ રહ્યો છું, મોક્ષ તરફ જઈ રહ્યો છું. આપણે આ શરીર એટલે હું એમ માનીએ છીએ. કાં તમે મને ન ઓળખ્યો? ફલાણા કલ્યાણજીભાઈનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org