________________
૧૯૬
શિક્ષામૃત
અત્યારે ભગવાન મહાવીરસ્વામીનું શાસન વર્તે છે. એ શાસનમાં કેટલાક માણસો મુહપત્તિ, દોરો કે એવી નજીવી વસ્તુને વધુ પડતું મહત્ત્વ આપી જુદો માર્ગ પ્રવર્તાવે છે. અત્યારે શ્વેતામ્બર, દિગમ્બર, મૂર્તિપૂજક, સ્થાનકવાસી, તેરાપંથી, છ કોટિ, આઠ કોટિ વગેરે જે ફિરકા ભેદ છે તે ભગવાન મહાવીરના વખતમાં નહોતા. જ્યાં વાડા છે ત્યાં શુદ્ધ ધર્મ કેટલો હોઈ શકે ? આ પંચમકાળમાં અસંયતિની પણ પૂજા થવા લાગી છે. એ મોટું આશ્ચર્ય છે. સાચા મહાત્માઓ તો જીવને મોક્ષમાર્ગ તરફ દોરી જાય.
૭૬૦
આત્માને ગોતવો હોય, જીવને જાણવો હોય તો એના ગુણ, લક્ષણ શું છે એ જાણવાં જોઈએ એ લક્ષણોનું આમાં વર્ણન કર્યું છે. ચૈિતન્ય જેનું મુખ્ય લક્ષણ છે,
ચૈતન્ય શું કહેવાય ? તે ચૈતન્ય અસંખ્યાત પ્રદેશાત્મક છે, સ્વયં જ્યોતિસ્વરૂપ છે, અવ્યાબાધ સુખસ્વરૂપ છે, સ્વપર પ્રકાશક છે, અરૂપી, આદિ ગુણોવાળો છે. તેમજ જેને ભય લાગે અને ભાગવા માંડે તે ગુણને ચૈતન્ય કહેવામાં આવે છે. માંકડને આંખો નથી પણ એના નાકની ઇન્દ્રિય એટલી બધી તીવ્ર છે કે એને ગંધ આવે કે મને કોઈ પકડવા આવે છે, માટે ભાગો. પણ અંદર ચૈતન્ય હોય તો ભાગી શકે. ચૈતન્ય નીકળી ગયું હોય તો ભાગી શકે નહીં. દેહ પ્રમાણ છે, અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે. તે અસંખ્યાત પ્રદેશતા લોકપરિમિત છે,
ક્યાં સુધી ? અહીંથી તે લોકાન્ત સુધી એના પ્રદેશો ફેલાઈ શકે છે. પરિણામી છે એટલે એની પરિણતિ છે. અમૂર્ત છે; એટલે એને રૂપ નથી. આકાર નથી.
અનંત અગુરુલઘુ પરિણત દ્રવ્ય છે, અર્થાત્ એનામાં અગુરુલઘુ ગુણ હોય છે. સ્વાભાવિક દ્રવ્ય છે એટલે કોઈ બે દ્રવ્યો ભેગાં થઈને આત્મા ઉત્પન્ન થયો નથી. કુદરતી રીતે મૂળ દ્રવ્ય છે.
કર્તા છે, ભોક્તા છે, આત્મા કર્મનો કર્તા છે, કાંઈને કાંઈ કરે છે. એ કર્મનું ફળ ભોગવે છે એટલે ભોક્તા છે. અનાદિ સંસારી છે, એટલે આપણે બધા સંસારમાં રખડીએ છીએ, તો તે ક્યારથી ? અનાદિથી. એની આદિ નથી.
ભવ્યત્વ લબ્ધિ પરિપાકાદિથી મોક્ષસાધનમાં પ્રવર્તે છે, એટલે એનામાં ભવ્યત્વ લબ્ધિ હોય તો મોક્ષ સાધનમાં પ્રવર્તે છે. મોક્ષ થાય છે, અર્થાત્ એનો મોક્ષ થાય છે, એની પાસે જન્મ મરણ અટકાવવાનો માર્ગ છે. મોક્ષમાં સ્વપરિણામી છે, એટલે આત્મા મોક્ષમાં શું કરતો હશે ? એ સ્વભાવ પરિણામી હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org