________________
શ્રી વચનામૃતજી
૨૩૫ ત્યાં સુધી સાચું કાર્ય થાય નહીં. આ અંધારું ક્યારથી ચાલ્યું આવે છે ? તો કહે છે કે અનાદિથી ચાલ્યું આવે છે. આ અંધારું “જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે.” જ્ઞાનનાં વચનો સાંભળો, વાંચો, વિચારો, તો આ મિથ્યાત્વભાવ દૂર થાય, નહીં તો કોઈ રીતે એ દૂર થાય એવું નથી.
દેહનો સ્વભાવ જુદો, જીવનો સ્વભાવ જુદો. એનાં ગુણ-લક્ષણ અને દેહનાં ગુણ-લક્ષણ એ બન્ને યથાર્થ રીતે સમજ્યા અર્થાત્ એ બે જુદા ઓળખ્યાં, તો બે જુદા પાડ્યા અને તો “બન્ને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે.” એટલે કે દેહ જડ છે તે જડરૂપે સમજાય અને ચેતન છે તે ચેતન રૂપે સમજાય. ચેતન જ્યારે ચેતન રૂપે થાય ત્યારે જ્ઞાન થયું કહેવાય-પ્રકાશ થયો-આત્મસાક્ષાત્કાર થયો એમ કહેવાય. પુરુષાર્થી જીવ અરિહંત પદને પામી શકે.
પણ સમજણની ખામી છે. જીવને મન મેળવ્યું છે, તો આ મનનું કામ સમજવાનું છે. એને બદલે કેટલાય લોકો રાત્રે પલંગમાં પડખાં ફેરવતા ફેરવતાં આવતી કાલનું આયોજન કરતા હોય છે. આટલું કમાણા અને હવે આટલું કમાવું છે. પોતાના સ્વરૂપ વિષે વિચારવાની મનને ફૂરસદ નથી કે હું કોણ છું ? આવું સરસ સાધન મળ્યું છે, તો કોઈ કહે છે કે શું કરીએ સમય નથી મળતો. પરંતુ એ ખોટી વાત છે. ગપ્પાં મારવામાં અથવા કોઈની નિંદા કરવામાં અને કાં તો સ્વપ્નવતું સંસારના બધા તરંગો કરવામાં આયોજનો અને તૃષ્ણાઓમાં સમય ચાલ્યો જાય છે.
આખા દિવસમાં સમજુ માણસે એક બે કલાક તો કાઢવા જોઈએ અને પોતાના વિષે વિચાર કરવો. પોતાના વિષે વાંચવું, નિદિધ્યાસન કરવું તો દુર્લભ મનુષ્યભવ જે મળ્યો છે એ સાર્થક થશે !
૯૧૨
ધન્ય તે મુનિવરા જે ચાલે સમભાવે રે, જ્ઞાનવંત જ્ઞાનીશું મળતા તનમન વચને સાચા, દ્રવ્યભાવ સુધા જે ભાખે, સાચી જિનની વાચા રે, ધન્ય તે મુનિવરા જે ચાલે સમભાવે રે.
(સિદ્ધાંત રહસ્ય સીમંધર જિન સ્તવન શ્રી યશોવિજયજી) તે મુનિઓ ધન્ય છે કે જે સમભાવમાં જ વર્તી રહ્યા છે. એવા જ્ઞાનવંત જ્ઞાનીને જે મળે તેનું વર્તન મન, વચન અને કાયાથી સત્ય બની જાય. દ્રવ્ય તથા અમૃતમય ભાવો જે બોલે છે તે પરમાર્થ સત્યરૂપ હોય છે. તે જિનેશ્વરની જ વાણી છે. તે ધન્ય છે કે જે સમભાવમાં રહીને વિચરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org