________________
શ્રી વચનામૃતજી
૨૪૭
પાર પડે છે. એવો આ મનુષ્યદેહ ચિંતામણિ જેવો છે. પણ આપણે આપણા દેહને ક્યાં વાપરીએ છીએ ? આપણે બધું બહારનું ભેગું કરવામાં વાપરીએ છીએ.
અચિંત્ય જેનું માહાત્મ છે એવું સત્સંગરૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થયે જીવ દરિદ્ર રહે એમ બને તો આ જગતને વિશે તે અગિયારમું આશ્ચર્ય જ છે. - જેનું માહાભ્ય અચિંત્ય છે, ચિંતવી શકાય નહીં, વર્ણવી શકાય નહીં એવું છે, એવો સત્સંગ મળે પછી, એ કલ્પવૃક્ષ પ્રાપ્ત થાય પછી જીવ ભીખારી રહે ? એમ બને તો એ આ જગતનું અગિયારમું આશ્ચર્ય કહેવાય, આ જગતમાં વર્તમાનકાળમાં આગ્રાનો તાજમહેલ, ચીનની દીવાલ, પિઝાનો ઢળતો ટાવર વગેરે ભૌતિક રચનાનાં આશ્ચર્યો ગણાય છે.
૯૪૩
કૃપાળુદેવે મોરબીથી આ પત્ર ખંભાત શ્રી અંબાલાલભાઈને લખ્યો હતો.
જિનાય નમ: પરમ નિવૃત્તિ નિરંતર સેવવી એ જ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા છે;
શું કહે છે ? આવો મનુષ્યદેહ અને નિવૃત્તિ સેવવાની વાતો કહે છે. એ પશ્ચિમના લોકો તો એમ કહેશે. યુરોપ અને અમેરિકાના લોકો કહેશે કે આ આળસુ પ્રજા છે. તો આ જ્ઞાની આમ કહે છે કે પરમ નિવૃત્તિ નિરંતર સેવવી અંતર વગર, કાંઈ ઊંઘવા માટે નહીં હોં! તથારૂપ યોગમાં અસમર્થતા હોય તો નિવૃત્તિ સદા સેવવી,
એ ન બની શકતું હોય તો રોજ આપણે થોડો થોડો સમય આપણા આત્માના ધ્યાનને માટે, વાંચવાને માટે કાઢવો.
અથવા સ્વાત્મવીર્ય ગોપવ્યા સિવાય બને તેટલો નિવૃત્તિ સેવવા યોગ્ય અવસર પ્રાપ્ત કરી આત્માને અપ્રમત્ત કરવો એમ આજ્ઞા છે.
એ અવસર આપણે પ્રાપ્ત કરીને, એ વખત આપણે કાઢીશું નહીં તો તે નહીં મળે. અપ્રમત્ત સ્થિતિ સુધી પહોંચવાનું છે. અપ્રમત્ત ગુણસ્થાનક સુધી.
અષ્ટમી ચતુર્દશી આદિ પર્વ તિથિએ એવા આશયથી સુનિયમિત વર્તનથી વર્તવા આજ્ઞા
કરી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org