________________
૨૪૮
શિક્ષામૃત પાંચમ, આઠમ, ચૌદસ એ તિથિઓ સંયમી જીવન ગાળવાને માટે છે.
કાવિઠા આદિ જે સ્થળે તે સ્થિતિથી તમને અને સમાગમવાસી ભાઈઓ બાઈઓને ધર્મ સુદઢતા સંપ્રાપ્ત થાય, ત્યાં શ્રાવણ વદ ૧૧થી ભાદ્રપદ પૂર્ણિમા પર્યત સ્થિતિ કરવી યોગ્ય છે, તમને અને બીજા સમાગમવાસીઓને જ્ઞાનીના માર્ગની પ્રતીતિમાં નિઃસંશયતા પ્રાપ્ત થાય, ઉત્તમ ગુણ, વ્રત, નિયમ, શીલ અને દેવગુરુ ધર્મની ભક્તિમાં વીર્ય પરમ ઉલ્લાસ પામી પ્રવર્તે એમ સુદઢતા કરવી યોગ્ય છે અને એ જ પરમ મંગળકારી છે.
જ્યાં સ્થિતિ કરો ત્યાં તે તે સમાગમવાસીઓને જ્ઞાનીના માર્ગની પ્રતીતિ સુદૃઢ થાય અને અપ્રમત્તપણે સુશીલની વૃદ્ધિ કરે એવું તમારું વર્તન રાખજો. . શાંતિઃ
વર્તમાન દુષમકાળ વર્તે છે. મનુષ્યોનાં મન પણ દુઃષમ જ જોવામાં આવે છે.
આ કળિયુગ છે, પંચમકાળ છે, માણસોનાં મનમાં સરળતા નથી. આપણે સરળ જીવ થવું જોઈએ. આપણામાં જરા પણ વાંકાપણાનો સ્વભાવ ન હોવો જોઈએ. મનમાં કાંઈ, વચનમાં કાંઈ અને વર્તનમાં કાંઈ એવું આપણામાં જે દેખાય છે તે ન હોવું જોઈએ.
ઘણું કરીને પરમાર્થથી શુષ્ક અંતઃકરણવાળા પરમાર્થનો દેખાવ કરી સ્વેચ્છાએ વર્તે છે.
એવા વખતમાં તેનો સંગ કરવો, કેની સાથે કેટલું કામ પાડવું, તેની સાથે કેટલું બોલવું, કેની સાથે પોતાના કેટલા કાર્યવ્યવહારનું સ્વરૂપ વિદિત કરી શકાય, એ બધું લક્ષમાં રાખવાનો વખત છે. નહીં તો સવૃત્તિવાન જીવને એ બધાં કારણો હાનિકર્તા થાય છે. આનો આભાસ તો આપને પણ હવે ધ્યાનમાં આવતો હશે.
૯૫૧
સુરેન્દ્રનગરથી કૃપાળુદેવ રાજ કોટ ગયા. આ ફાગણ વદ આવી અને ચૈત્ર મહિનામાં તો એમણે દેહ મૂકી દીધો છે. તે સમયે તેઓ શું લખે છે ? ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો હતો. આ જે મુસાફરી મેં શરૂ કરી હતી ત્યાં ઠેઠ સુધી ઘણી ઝડપથી મારે પહોંચી જવું હતું. ત્યાં વચ્ચે સહરાનું રણ સંપ્રાપ્ત થયું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org