________________
શ્રી વચનામૃતજી
૨૫ ૧
પ્રવચન સમુદ્ર બિંદુમાં, ઊલટી આવે એમ;
પૂર્વ ચૌદની લબ્ધિનું, ઉદાહરણ પણ તેમ. ૭ પ્રવચન એટલે જે આગમોનો દરિયો છે. એ દરિયામાંથી આ જે એક બિંદુ અહીં લીધું તે તો એ દરિયાનો જ ભાગ છે. એનાથી ઊલટું એટલે કે આ બિંદુમાં દરિયો સમાય છે, તેમ સદ્ગુરુના ઉપદેશરૂપી બોપલબ્ધિરૂપ એક બિંદુ મળે તો ચૌદપૂર્વનું જ્ઞાન-ચૌદપૂર્વની લબ્ધિ પ્રાપ્ત થઈ જાય.
વિષય વિકાર સહિત જે, રહ્યા મતિના યોગ;
પરિણામની વિષમતા, તેને યોગ અયોગ. ૮ હવે મતિ ઉપર લખતાં તેઓ કહે છે કે જેના મન, વચન, કાયાના યોગ એ વિષય અને વિકારમાં જ રખડતા હોય, સદાયે એમાં જ દોડતા હોય, લુબ્ધ હોય, એનું પરિણામ એને ખરાબ જ આવે. એને કદાચ સદ્ગુરુનો કે સાસ્ત્રનો, ભગવાનની વાણીનો, આગમોનો અને પરમાત્માનો જોગ થયો હોય તો પણ તેનો યોગ અયોગ (નિષ્ફળ) બને છે, કારણ કે એને આખી જિંદગીમાં આ કરવા જોગ કરવું નથી, બહારમાં જ રખડવું છે. એટલે એને માટે યોગ અયોગ સમાન છે.
મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર;
કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. ૯ પાંચ ઇન્દ્રિયોના વિષયો મંદ પડતા જાય, સ્વભાવમાં સરળતા આવે અને સુવિચારણા જાગે અને એ આજ્ઞા ઉઠાવે. તદુપરાંત એ કરુણાભાવથી ભરેલા હોય. એનો સ્વભાવ કોમળ હોય તથા એવા બીજા સદ્ગુણો એનામાં હોય. સાધકની- મુમુક્ષુની આ પ્રથમ ભૂમિકા છે.
રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ;
જગત ઇષ્ટ નહિ આત્મથી, મધ્ય પાત્ર મહાભાગ્ય. ૧૦. આ પહેલી ભૂમિકાથી જરાક ઊંચી મધ્ય ભૂમિકા છે. મધ્યમ સાધક કોણ કહેવાય ? જેણે ઇન્દ્રિયોના શબ્દાદિક પાંચ વિષયો રોક્યા હોય અને જેને સંયમની સાધનાનો રાગ હોય. સંયમનાં જેટલાં સાધન હોય એના તરફ એને રાગ છે. એને આ જગતમાં ગમે તે વસ્તુ હોય, ઇન્દ્રાસન હોય કે માણેક હોય કે નીલમ હોય એ આત્મા કરતાં વધારે ઇષ્ટ નથી. એવા જીવો આ મારગના મધ્યપાત્ર થયા. તેઓ મહાભાગ્યશાળી કહેવાય.
જ નહિ તૃષ્ણા જીવ્યાતણી, મરણ યોગ નહિ ક્ષોભ; મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ જિતલોભ. ૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org