________________
શ્રી વચનામૃતજી
૨૪૯ સહરાનું રણ કેવું હોય એ ખબર છે ને ? એ ઓળંગી ન શકાય એવું લાંબું પહોળું અને પાછું રેતી તેમજ તડકો. એટલે મુસાફરી થઈ શકે નહીં. આના ઉપરથી આપણે એમ વિચાર કરીએ છીએ કે એમને દેવગતિ પ્રાપ્ત થઈ. લાંબું આયુષ્ય. કૃપાળુદેવના કેટલાક અનુયાયીઓ વળી એમ પણ કહે છે કે તેઓ તો મહાવિદેહક્ષેત્રમાં વિચરે છે. એ જે હોય તે.
માથે ઘણો બોજો રહ્યો હતો તે આત્મવીર્વે કરી જેમ અલ્પકાળે વેદી લેવાય તેમ પ્રઘટના કરતાં પગે નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કર્યો.
જે કર્મ હજી ભોગવવાનો બાકી હતાં. એ ઝટ વેદી લેવાય એવું તેઓ ગોઠવતા હતા અને એ પ્રમાણે વર્તન કરતા હતા, છતાં પગને એવું નિકાચિત કર્મ લાગ્યું કે ચાલી શકાય જ નહીં. આયુષ્ય જ પૂરું થઈ ગયું.
જે સ્વરૂપ છે, તે અન્યથા થતું નથી એ જ અદ્ભુત આશ્ચર્ય છે. અવ્યાબાધ સ્થિરતા છે.
જે સ્વરૂપ અહીં પ્રાપ્ત કર્યું એટલું તો રહેવાનું જ સ્વભાવમાં, આત્મામાં લીનતા અવ્યાબાધતા બસ એકધારી છે.
પ્રકૃતિ ઉદયાનુસાર કંઈક અશાતા મુખ્યત્વે વેદી શાતા પ્રત્યે. ૐ શાંતિઃ શરીરની પ્રકૃતિ ખૂબ અશાતામય હતી. એમાં અત્યારે થોડી શાંતિ છે.
૫૪
શ્રી જિન પરમાત્મને નમઃ કૃપાળુદેવનું વર્ષ ૩૪મું છે. આ એમનું છેલ્લામાં છેલ્લું કાવ્ય છે. એનું નામ “અંતિમ સંદેશો” આપ્યું છે. ચૈત્ર વદ પાંચમે એમણે દેહ મૂક્યો છે. એટલે પોતાનો દેહ મૂકવો હતો તેના ૧૧ દિવસ પહેલાં એમણે આ કાવ્ય લખ્યું છે. તે બહુ જ અનુભવસિદ્ધ છે. એમનાં બધાં જ કાવ્યો અનુભવસિદ્ધ છે, પણ આ તો છેલ્લું લખ્યું છે એટલે તે વિશેષ સમજવા જેવું છે.
૧. ઇચ્છે છે જે જોગી જન, અનંત સુખસ્વરૂપ;
મૂળ શુદ્ધ તે આત્મપદ, સયોગી જિનસ્વરૂપ. ૧ યોગીજન એટલે સાધક તમે બધા યોગીજન છો. શું ઇચ્છો છો ? શેનું પદ ? આત્માનું પદ મૂળ શુદ્ધ તે આત્મપદ.” એ કોના જેવું સ્વરૂપ ? સયોગી જિનસ્વરૂપ, યોગીજિન એટલે અરિહંત ભગવાન. સયોગીજિન એટલે કેવળજ્ઞાન થયા પછીના દેહધારી ભગવાન. એના જેવું સ્વરૂ૫ ઇચ્છીએ છીએ. એવું ઇચ્છીએ છીએ કે એના જેવું સુખ મળે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org