________________
શ્રી વચનામૃતજી
૨૪૫
શારીરિક અશાતાનું મુખ્યપણું સ્થૂળ દષ્ટિવાનને પણ જણાય છે. જે વેદના પૂર્વે સુદઢ બંધથી જીવે બંધન કરી છે, તે વેદના ઉદય સંપ્રાપ્ત થતાં ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર કે જિનેન્દ્ર પણ રોકવાને સમર્થ નથી.
નિકાચિત સિવાય કોઈ કર્મ ઉદય આવે એ પહેલાં એની નિર્જરા થઈ શકે, પણ ઉદય આવ્યા પછી ભલેને જિનેન્દ્ર હોય કે સુરેન્દ્ર હોય એને એ ભોગવવાં જ પડે એ કર્મ ભોગવવાથી જ નિર્જરા થાય.
તેનો ઉદય જીવે વેદવો જ જોઈએ. અજ્ઞાનદષ્ટિ જીવો ખેદથી વેદે તો પણ કંઈ તે વેદના ઘટતી નથી.
અજ્ઞાની જીવો હાયવોય (આકુળતા-વ્યાકુળતા) કરીને એ વેદના વેદે તો પણ એથી કાંઈ વેદના ઓછી થતી નથી.
કે તી રહેતી નથી. સત્યદૃષ્ટિવાન જીવો શાંત ભાવે વેદે તો તેથી તે વેદના વધી જતી નથી, પણ નવીન બંધનો હેતુ થતી નથી.
આ મોટી વાત છે. સમ્યક્દષ્ટિવાન જીવને નવું કર્મ ન લાગે. અજ્ઞાનીને આર્તધ્યાનરૌદ્રધ્યાનને કારણે નવાં‘કર્મ પાછાં ભેગાં ને ભેગાં લાગે.
પૂર્વની બળવાન નિર્જરા થાય છે. આત્માર્થીને એ જ કર્તવ્ય છે.
આત્માર્થીએ તો જે અશાતાવેદનીય છે એને સમભાવે જ વેદવી જોઈએ.
‘હું શરીર નથી, પણ તેથી ભિન્ન એવો જ્ઞાયક આત્મા છું.’
આ ભાવનું નિરંતર રટણ રહેવું જોઈએ કે ‘હું શરીર નથી પણ તેથી ભિન્ન એવો જ્ઞાયક આત્મા છું.’ જાણવાવાળો આત્મા છું.
તેમ નિત્ય શાશ્વત છું.
નિત્ય છું, શાશ્વત છું, આત્માને આ શરીરની વેદના કે મૃત્યુ કાંઈ કરી શકે તેમ નથી. આ વેદના માત્ર પૂર્વકર્મની છે, પણ મારું સ્વરૂપ નાશ કરવાને તે સમર્થ નથી.
આત્માના સ્વરૂપમાં તો એક પ્રદેશની પણ વધઘટ થતી નથી.
માટે મારે ખેદ કર્તવ્ય જ નથી, એમ આત્માર્થીનું અનુપ્રેક્ષણ હોય છે. શાંતિઃ એમ જ આત્માર્થી અશાતાને વેદે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org