________________
૨૪૪
શિક્ષામૃત
જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ, ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.
(આત્મસિદ્ધિશાસ્ત્ર' ગાથા-૮). જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, ત્યાં ત્યાં તે તે સમજે, અને ત્યાં ત્યાં તે તે આચરે એ આત્માર્થી પુરુષનાં લક્ષણો છે.
જે જે ઠેકાણે જે જે યોગ્ય છે એટલે જ્યાં ત્યાગ વૈરાગ્યાદિ યોગ્ય હોય ત્યાં ત્યાગ વૈરાગ્યાદિ સમજે, જ્યાં આત્મજ્ઞાન યોગ્ય હોય ત્યાં આત્મજ્ઞાન સમજે, એમ જે જ્યાં જોઈએ તે ત્યાં સમજવું અને ત્યાં ત્યાં તે તે પ્રમાણે પ્રવર્તવું, એ આત્માર્થી જીવનું લક્ષણ છે. અર્થાત્ મતાથ હોય કે માનાર્થી હોય તે યોગ્ય માર્ગને ગ્રહણ ન કરે અથવા ક્રિયામાં જેને દુરાગ્રહ થયો છે, અથવા શુષ્કજ્ઞાનના જ અભિમાનમાં જેણે જ્ઞાનીપણું માની લીધું છે, તે ત્યાગ વૈરાગ્યાદિ સાધનને અથવા આત્મજ્ઞાનને ગ્રહણ ન કરી શકે.
જે આત્માર્થી હોય તે જ્યાં જ્યાં જે જે કરવું ઘટે છે તે તે કરે અને જ્યાં જ્યાં જે જે સમજવું ઘટે છે તેને સમજે, અથવા જ્યાં જ્યાં જે જે આચરવું ઘટે છે તે તે આચરે, એ આત્માર્થી કહેવાય.
જે જે જ્યાં સમજવું ઘટે તે તે સમજવાની કામના જેને છે અને જે જે જ્યાં આચરવું ઘટે તે તે ત્યાં આચરવાની જેને કામના છે તે પણ આત્માર્થી કહેવાય.
એકાંત ક્રિયાજડત્વમાં અથવા એકાંત શુષ્કજ્ઞાનથી જીવનું કલ્યાણ ન થાય. એકાંત ક્રિયાજડત્વમાં અથવા એકાંત શુષ્કજ્ઞાનથી જીવનું કલ્યાણ ન થાય.
૯૨૭
પત્ર સંપ્રાપ્ત થયું.
યથાર્થ જોઈએ તો શરીર એ જ વેદનાની મૂર્તિ છે. સમયે સમયે જીવ તે દ્વારા એ વેદના જ વેદે છે. ક્વચિત્ શાતા અને પ્રાયે અશાતા જ વેદે છે. માનસિક અશાતાનું મુખ્યપણું છતાં તે સૂક્ષ્મ સમ્યગ્દષ્ટિવાનને જણાય છે.
આ શરીરમાં કેટલા રોગ સમાયા છે તે વૈદ્યોને પૂછો તો તેઓ કહેશે કે આ શરીર વેદનાની જ મૂર્તિ છે. એ માનસિક અશાતા તો કેટલી વેદે છે એનું માપ જ ન નીકળે. સૂક્ષ્મ રીતે માનસિક અશાતાની ખબર સમ્યગ્દષ્ટિવાનને દૃષ્ટિવાનને પડે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org