________________
૨૪ ૨
શિક્ષામૃત
થાય છે. જેમના ઉપદેશે તેવી દશાના અંશો પ્રગટે તેમની પોતાની દશામાં તે ગુણ કેવા ઉત્કૃષ્ટ રહ્યા હોવા જોઈએ તે વિચારવું સુગમ છે; અને એકાંત નયાત્મક જેમનો ઉપદેશ હોય તેથી તેવી એક પણ દશા પ્રાપ્ત થવી સંભવતી નથી તે પણ પ્રત્યક્ષ સમજાશે. સત્પષની વાણી સર્વ નયાત્મક વર્તે છે.
બીજા પ્રશ્નોના ઉત્તર :
પ્ર- ચાર કારણ મોક્ષ જવાને કહ્યાં છે. તે ચારમાંથી એક્ટ કારણ તોડીને મોક્ષે જાય કે ચાર કારણ સંયુક્તથી ?
ઉ- જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ ચાર કારણ મોક્ષનાં કહ્યાં છે, તે એકબીજાં અવિરોધપણે પ્રાપ્ત થયે મોક્ષ થાય.
અવિરોધપણે ક્યારે થાય ? જ્ઞાન એટલે આત્મા, દર્શન એટલે આત્મા, ચારિત્ર એટલે આત્મા અને તપ એટલે આત્મા એમ હોય ત્યારે અવિરોધપણે થાય, ત્યારે મોક્ષ થાય.
પ્ર- સમકિત અધ્યાત્મની શૈલી શી રીતે છે ? ઉ- યથાર્થ સમજાયે પરભાવથી આત્યંતિક નિવૃત્તિ કરવી તે અધ્યાત્મ માર્ગ છે.
કૃપાળુદેવ અહીં અધ્યાત્મમાર્ગની વ્યાખ્યા કહે છે કે પરભાવથી એટલે અજ્ઞાનથી આત્યંતિક નિવૃત્તિ કરવી તે અધ્યાત્મમાર્ગ છે.
જેટલી જેટલી નિવૃત્તિ થાય તેટલા તેટલા સમ્યક અંશ છે. પ્ર- ‘પુલ મેં રાતો રહે છે. ઈ. ઉ- પુલમાં રક્તમાનપણું તે મિથ્યાત્વભાવ છે. પરપુલમાં રક્તમાનપણું છે, આસકિત છે, ગમવાપણાનો ભાવ છે, એ જ મિથ્યાત્વ છે. જ્યાં સુધી મિથ્યાત્વ હોય ત્યાં સુધી રખડવાનું છે. પ્ર- “અંતરાત્મા પરમાત્માને ધ્યાવે ઈ. ઉ- અંતરાત્મપણે પરમાત્મસ્વરૂપ ધ્યાવે તો પરમાત્મા થાય. શ્રી આનંદઘનજીના સ્તવનમાં અંતરાત્મા અને પરમાત્માની વ્યાખ્યા આપી છે. એ પણ જોવી. પ્ર- અને હાલ ધ્યાન શું વર્તે છે ? ઈ. ઉ- સદ્ગુરુના વચનને વારંવાર વિચારી, અનુપ્રેક્ષીને પરભાવથી આત્માને અસંગ કરવો તે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org