________________
૨૪૦
શિક્ષામૃત
એવી છે કે તે ‘સ્વભાવમાં રહેવાનું ત્રિકાળ સંપૂર્ણ બળ પ્રાપ્ત કરાવે છે. તેને જ અનંતવીર્યલબ્ધિ કહેવામાં આવે છે એ અનંતસુખ કેવું હોય ? એ અનંતવીર્યનો પ્રવાહ કેવો હોય ? એનું બળ કેવું હોય ? આનાથી આપણા આત્માની શક્તિ કેટલી છે એનો ખ્યાલ આવે, એની ખબર પડે.
જેથી તે અંતરાયકર્મ ક્ષય થયું છે, એવા પરમપુરુષ અનંત દાનાદિ આપવાને સંપૂર્ણ સમર્થ છે.
કોનામાં આ શક્તિ છે ? કોઈ સંત-મહાત્મા કે જેને અંતરાય કર્મ ક્ષય થયું છે એવા પરમ પુરુષ અનંત દાનાદિ આપવાને સંપૂર્ણ સમર્થ છે.
તથાપિ પુદ્ગલ દ્રવ્ય રૂપે એ દાનાદિ લબ્ધિની પરમપુરુષ પ્રવૃત્તિ કરતા નથી.
એનામાં સિદ્ધિઓ હોવા છતાં પણ એ સિદ્ધિનો ઉપયોગ જરા પણ ન કરે. એ તરફ એની દૃષ્ટિ જ ન હોય. અને જો એ તરફ દષ્ટિ રહે તો એને પડવાનું થાય.
મુખ્યપણે તો તે લબ્ધિની સંપ્રાપ્તિ પણ આત્માની સ્વરૂપભૂત છે, કેમ કે ક્ષાયિકભાવે તે સંપ્રાપ્તિ છે, ઉદયિક ભાવે નથી, તેથી આત્મસ્વભાવ સ્વરૂપભૂત છે, અને જે અનંત સામર્થ્ય આત્મામાં અનાદિથી શક્તિરૂપે હતું તે વ્યક્ત થઈ આત્મા નિજસ્વરૂપમાં આવી શકે છે.
આ લબ્ધિઓ ક્યાંથી આવી ? આત્માના સ્વરૂપની જ શક્તિ છે. આત્માના સ્વરૂપમાં જ રહેલી છે. જેમ ચકમકના પથ્થરમાં અગ્નિ શક્તિરૂપે રહેલી છે, તેને બીજા પથ્થર સાથે ઘસવામાં આવે તો જ અગ્નિ પ્રગટે છે, એવી જ રીતે આ અનંત શક્તિ આત્મામાં હતી જ, પણ એ વ્યક્ત ન હતી.
તરૂ૫ શુદ્ધ સ્વચ્છ ભાવે એક સ્વભાવે પરિણાવી શકે છે; તે અનંત દાનલબ્ધિ કહેવા યોગ્ય છે.
આનો ઉપયોગ મહાપુરુષ, પરમપુરુષ જ બીજાને આપવાને માટે કરે છે. તેમજ અનંત સામર્થ્યની સંપ્રાપ્તિમાં કિંચિત્ માત્ર વિયોગનું કારણ રહ્યું નથી.
એટલે જ આત્માનું અનંત બળ હતું એ સંપૂર્ણપણે પ્રાપ્ત થયું છે. એ જરા પણ આપણાથી છેટું નથી.
તેથી અનંતલાભલબ્ધિ કહેવા યોગ્ય છે. વળી, અનંત આત્મસામર્થ્યની સંપ્રાપ્તિ સંપૂર્ણપણે પરમાનંદસ્વરૂપે અનુભવાય છે, તેમાં પણ કિંચિત્ માત્ર પણ વિયોગનું કારણ રહ્યું નથી; તેથી અનંતભોગઉપભોગલબ્ધિ કહેવા યોગ્ય છે, તેમજ અનંત આત્મસામર્થ્યની સંપ્રાપ્તિ સંપૂર્ણપણે થયા છતાં તે સામર્થના અનુભવથી આત્મશક્તિ થાકે કે તેનું સામર્થ્ય ઝીલી ન શકે, વહન ન કરી શકે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org