________________
૨૩૮
શિક્ષામૃત
તે ચૈતન્યાત્મક સ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવવાળો હોવાથી અબંધ દશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી શાતા-અશાતા રૂ૫ અનુભવ વેદ્યા વિના રહેવાનો નથી. એમ નિશ્ચય કરી, જે શુભાશુભ પરિણામ ધારાની પરિણતિ વડે
એમાં શુભ પરિણતિ હોય કાં અશુભ પરિણતિ હોય, એ ધારા વડે
તે શાતા અશાતાનો સંબંધ કરે છે તે ધારા પ્રત્યે ઉદાસીન થઈ, એ આત્માની પરિણતિ વિભાવ પ્રત્યે ઉદાસીન થઈ, - દેહાદિથી ભિન્ન અને સ્વરૂપ મર્યાદામાં રહેલા તે આત્મામાં જે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે તેનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરી પરમ શુદ્ધ ચૈતન્યસ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા કર્મયોગથી સકલંક પરિણામ દર્શાવે છે, તેથી ઉપરામ થઈ,
મેરુ તો ડગે પણ જેના મનડા ડગે નહીં” એવું એક ગંગાસતીનું ભજન છે એમ એ હલે નહીં, ચલે નહીં તેમ જ “આ મને થયું” એ સકલંક પરિણામ એ જ ઓળખી શકે.
જેમ ઉપશમિત થવાય, તે ઉપયોગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય, અચલ થવાય, તે જ લક્ષ, તે જ ભાવના, તે જ ચિંતવના અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા યોગ્ય છે. મહાત્માઓની વારંવાર એ જ શિક્ષા છે.
આ છેલ્લી દશા છે.
તે સન્માર્ગને ગવેષતા, પ્રતીત કરવા ઇચ્છતા, તેને સંપ્રાપ્ત કરવા ઇચ્છતા એવા આત્માર્થીજનને પરમવીતરાગસ્વરૂપ દેવ, સ્વરૂપનેષ્ઠિક નિસ્પૃહ નિગ્રંથરૂ૫ ગુરુ, પરમ દયામૂળ ધર્મવ્યવહાર અને પરમશાંતરસ રહસ્યવાક્યમય સલ્લાસ્ત્ર, સન્માર્ગની સંપૂર્ણતા થતાં સુધી પરમભક્તિ વડે ઉપાસવા યોગ્ય છે; જે આત્માના કલ્યાણનાં પરમકારણો છે.
સ્વરૂપ નૈષ્ઠિક નિસ્પૃહ નિગ્રંથ ગુરુ” એટલે જેને સ્વરૂપે પ્રાપ્ત થયું છે, જે નિસ્પૃહ થયા છે અને જેની ગ્રંથિ છેદાઈ ગઈ છે એવા ગુરુ. અત્ર એક સ્મરણ પ્રાપ્ત થયેલી ગાથા લખી અહીં આ પત્ર સંક્ષેપીએ છીએ.
भीषण नरयगईए, तिरियगईए कुदेवमणुयगईए;
पत्तोसि तिव्व दुःखं, भावहि जिणभावणा जीव. ભયંકર નરકગતિમાં, તિર્યંચગતિમાં અને માઠી દેવ તથા મનુષ્યગતિમાં હે જીવ! તું તીવ્ર દુઃખને પામ્યો, માટે હવે તો જિન ભાવના (જિન ભગવાન જે પરમશાંત રસે પરિણમી સ્વરૂપસ્થ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org