________________
શિક્ષામૃત
૯૧૩ આ પત્રમાં જેઓ સાધના કરતા હોય, પગથિયાં ચઢતાં હોય એના ચાર ભાગ બતાવ્યા છે. એ જીવ અમુક પગથિયે હોય તો આમ થાય; એનાથી ઊંચે હોય તો આમ થાય ત્યાંથી ઊંચે હોય તો આમ થાય અને સંપૂર્ણ સાધના કરી હોય તો એને આ ચારે હોય. એટલે આનો અર્થ અનુભવ ન હોય એ યથાર્થ રીતે જેટલો કરી શકે તેટલો કરી શકે. જ્યાં અનુભવની જરૂર હોય ત્યાં એને બરાબર બેસે નહીં. (એવું અમને પણ થતું હતું.)
કૃપાળુદેવે આ પત્ર ધર્મપુર-ધરમપુર (વાસંદા પાસે)થી લખ્યો છે. સવંત ૧૯૫૬ની સાલ છે. કૃપાળુદેવનું ૩૩મું વર્ષ ચાલે છે. ગોધાવીના વનમાળીભાઈને આ પત્ર લખેલ છે. એમનો આત્મા પણ આવો સાધક હશે તો જ કૃપાળુદેવ એમને આવો પત્ર લખે.
પત્ર સંપ્રાપ્ત થયું. અત્ર સમાધિ છે.
અકસ્માત્ શારીરિક અશાતાનો ઉદય થયો છે અને તે શાંત સ્વભાવથી વેદવામાં આવે છે એમ જાણવામાં હતું, અને તેથી સંતોષ પ્રાપ્ત થયો હતો.
વનમાળી ભાઈને શારીરિક અશાતાનો ઉદય હતો. એ સમભાવે કોણ વેદી શકે ? એ સાધક હોય અને દશાને પ્રાપ્ત કરી હોય તે જ અશાતાને સમભાવે વેદી શકે. હવે બોધની વાત કરે છે.
સમસ્ત સંસારી જીવો કર્મવશાત્ શાતા-અશાતાનો ઉદય અનુભવ્યા જ કરે છે.
બધા જીવોને માત્ર શાતા હોય નહીં, શાતા હોય અને અશાતા પણ હોય. એવો ઉદય સમસ્ત સંસારી જીવોને હોય છે. જે અશાતા વેદનીય કર્મ ઉદયમાં આવે છે એ ભોગવવાં જ પડે છે.
જેમાં મુખ્યપણે તો અશાતાનો જ ઉદય અનુભવાય છે.
અશાતાના ઉદયે, શારીરિક કે માનસિક વેદના, દુઃખ કષ્ટ અનુભવાય છે. શાતાનો ઉદય એ સુખ છે, એ મસ્તીમાં ચાલ્યું જાય છે.
ક્વચિત્ અથવા કોઈક દેહસંયોગમાં શાતાનો ઉદય અધિક અનુભવાતો જણાય છે, પણ વસ્તુતાએ ત્યાં પણ અંતરદાહ બળ્યા જ કરતો હોય છે.
શાતા તો અધિક સુખના સાધનો હોય તો ત્યાં અનુભવાય છે. આમ બાહ્ય સુખ હોય પણ અંદરમાં અંતરદાહ હોય, ચિંતાની ભઠ્ઠી સળગતી હોય છે.
પૂર્ણ જ્ઞાની પણ જે અશાતાનું વર્ણન કરી શકવા યોગ્ય વચનયોગ ધરાવતા નથી, તેવી અનંત અનંત અશાતા આ જીવે ભોગવી છે, અને જો હજુ તેના કારણોનો નાશ કરવામાં ન આવે તો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org