________________
શ્રી વચનામૃતજી
ભોગવવી પડે એ સુનિશ્ચિત છે, એમ જાણી વિચારવાન ઉત્તમ પુરુષો તે અંતરદાહરૂપ શાતા અને બાહ્યાવ્યંતર સંકલેશઅગ્નિરૂપે પ્રજ્વલિત એવી અશાતાનો આત્યંતિક વિયોગ કરવાનો માર્ગ ગવેષવા તત્પર થયા, અને તે સન્માર્ગ ગવેષી, પ્રતીત કરી, તેને યથાયોગ્યપણે આરાધી અવ્યાબાધ સુખ સ્વરૂપ એવા આત્માના સહજ શુદ્ધ સ્વભાવરૂપ પરમપદમાં લીન થયા.
આપણે પણ જ્યારે નારકીમાં કે તિર્યંચમાં હોઈશું ત્યારે આપણે અનંત અશાતા ભોગવી છે. અશાતા હોય ત્યારે બહારથી અને અંદરથી પણ હોય. અંદર પણ બાળે અને બાહ્યમાં પણ બાળે.
આ અશાતા મટે, નાશ થાય માટે એનો માર્ગ શોધવાને માટે નીકળ્યા, તે સન્માર્ગ ગવેષી, એ સન્માર્ગ સાચે સાચો છે એમ પ્રતીત કરીને એના ઉપર દૃઢ શ્રદ્ધા કરી, જેમ છે તેમ એની આરાધના કરી, સાધના કરી, જેમાં અવ્યાબાધ સુખ છે એવા આત્માના સહજ શુદ્ધ સ્વભાવરૂપ પરમ પદમાં લીન થયા, આત્મ પરિણતિમાં લીન થયા.
૨૩૭
શાતા-અશાતાનો ઉદય કે અનુભવ પ્રાપ્ત થવાનાં મૂળ કારણોને ગવેષતા એવા તે મહત્ પુરુષોને એવી વિલક્ષણ સાનંદાશ્ચર્યક વૃત્તિ ઉદ્ભવતી કે શાતા કરતાં અશાતાનો ઉદય સંપ્રાપ્ત થયે અને તેમાં પણ તીવ્રપણે તે ઉદય સંપ્રાપ્ત થયે તેમનું વીર્ય વિશેષપણે જાગૃત થતું, ઉલ્લાસ પામતું અને તે સમય કલ્યાણકારી અધિકપણે સમજાતો.
એ મહાત્મા પુરુષો જે શાતા અશાતાના કારણો શોધવા નીકળ્યા તેની એવી વિલક્ષણ આશ્ચર્યકારક વૃત્તિ થતી કે શાતા કરતાં જો અશાતા આવે તો એમાં તેમનું આત્મવીર્ય વધારે બળવાન થતું, ઉલ્લાસ પામતું, અશાતા ભોગવતાં વધારે આનંદ પામતું કે મારા આત્માનું વીર્ય કેટલું બળવાન છે, એ ચકાસવા માટે આ મને સારો અવસર મળ્યો. મારા આત્મામાં સમ પરિણામે ઉદય ભોગવવા માટે કેટલું બળ છે, એના માટે આ પ્રસંગ મળ્યો. અને તેને તે સમય કલ્યાણકારી અધિકપણે સમજાતો. અકામ નિર્જરારૂપ સમજાતો.
કેટલાક કારણવિશેષને યોગે વ્યવહારષ્ટિથી ગ્રહણ કરવા યોગ્ય ઔષધાદિ આત્મર્યાદામાં રહી ગ્રહણ કરતા, પરંતુ મુખ્યપણે તે પરમ ઉપશમને જ સર્વોત્કૃષ્ટ ઔષધ રૂપે ઉપાસતા.
ઉપશમ અથવા શાંતરસ એ જ મોટામાં મોટી ઔષધિ છે, આ શરીરમાં, એના જેવી રોગ (બાહ્ય તેમજ આત્યંતર) બીજી કોઈ ઔષધિ નથી.
મટાડવા,
ઉપયોગ લક્ષણે સનાતનસ્ફુરિત એવા આત્માને, ઉપયોગ આત્માનું લક્ષણ છે. જે વગ૨ આપણે કાંઈ કરી શકતા નથી. એનાથી આત્માને પકડી શકાય એમ છે.
દેહથી, તેજસ્ અને કાર્યણ શરીરથી ભિન્ન અવલોકવાની દૃષ્ટિ સાધ્ય કરી. એટલે આ સ્થૂળ ઔદારિક શરી૨ તથા સૂક્ષ્મ-તૈજસ્ અને કાર્યણ શરીરથી ભિન્ન અવલોકવાની દૃષ્ટિ ભેદજ્ઞાનથી મેળવી, સિદ્ધ કરી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org