________________
૨૪૩
શ્રી વચનામૃતજી
પ્ર- મિથ્યાત્વ (?) અધ્યાત્મની પ્રરૂપણા વગેરે તમે લખીને પૂછ્યું કે તે યથાર્થ કહે છે કે કેમ? અર્થાત્ સમકિતી નામ ધરાવી વિષયાદિની આકાંક્ષાને, પુગલ ભાવને સેવવામાં કંઈ બાધ સમજતા નથી અને અમને બંધ નથી એમ કહે છે તે યથાર્થ કહે છે કે કેમ?
ઉ- જ્ઞાનીના માર્ગની દૃષ્ટિએ જોતાં તે માત્ર મિથ્યાત્વ જ કથે છે. પુદ્ગલભાવે ભોગવે અને આત્માને કર્મ લાગતાં નથી એમ કહે તે જ્ઞાનીની દૃષ્ટિનું વચન નથી, વાચા જ્ઞાનીનું વચન છે.
પ્ર- જેન પુલભાવ ઓછો થયે આત્મધ્યાન પરિણમશે એમ કહે છે કે કેમ? ઉ- તે યથાર્થ કહે છે. પ્ર- સ્વભાવદશા શો ગુણ આપે ? ૧- તથારૂપ સંપૂર્ણ હોય તો મોક્ષ થાય. ‘તથારૂપ” અને “સંપૂર્ણ” એ બે મહત્ત્વની વાત હોવી જોઈએ. પ્ર- વિભાવદશા શું ફળ આપે ? ઉ- જન્મ, જરા, મરણાદિ સંસાર. પ્ર- વીતરાગની આજ્ઞાથી પોરસીનો સ્વાધ્યાય કરે તો શો ગુણ થાય? ઉ- તથારૂપ હોય તો યાવત્ મોક્ષ થાય.
શું લાભ થાય ? એવો પ્રશ્ન છે. કહે છે કે તીર્થકર હોય તો પણ આ પ્રમાણે જવાબ આપે. બીજી રીતે જવાબ આપે નહીં. તથારૂપ એટલે ભગવાન જેમ ભાખી ગયા છે એ પ્રમાણે જો પોરસીનો સ્વાધ્યાય કરે તો એને યાવત્ મોક્ષ થાય. યાવત્ એટલે પરંપરાએ, વચમાં અટકે નહીં. મોક્ષ થાય જ .
તપશ્ચર્યાના જે પ્રશ્નો કર્યા છે એનો જવાબ કૃપાળુદેવે એમ જ આપ્યો છે કે તથારૂપ હોય તો યાવત્ મોક્ષ થાય. એમાં ઉપયોગી બે શબ્દ છે એક ‘તથારૂપ' અને બીજો યાવત્.
પ્ર- વીતરાગની આજ્ઞાથી પોરસીનું ધ્યાન કરે તો શું ગુણ થાય? ઉ- તથારૂપ હોય તો યાવત્ મોક્ષ થાય.
આ પ્રમાણે તમારા પ્રશ્નોના સંક્ષેપમાં ઉત્તર લખું છું. લૌકિકભાવ છોડી દઈ, વાચાજ્ઞાન તજી દઈ, કલ્પિત વિધિનિષેધ તજી દઈ જે જીવ પ્રત્યક્ષજ્ઞાનીની આજ્ઞાને આરાધી, તથારૂપ ઉપદેશ પામી, તથારૂપ આત્માર્થે પ્રવર્તે તેનું અવશ્ય કલ્યાણ થાય.
નિજ કલ્પનાએ જ્ઞાન, દર્શન, ચારિત્રાદિનું સ્વરૂપ ગમે તેમ સમજી લઈને અથવા નિશ્ચય નયાત્મક બોલો શીખી લઈને સવ્યવહાર સોપવામાં જે પ્રવર્તે તેથી આત્માનું કલ્યાણ થવું સંભવતું નથી; અથવા કલ્પિત વ્યવહારના દુરાગ્રહમાં રોકાઈ રહીને પ્રવર્તતાં પણ જીવને કલ્યાણ થવું સંભવતું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org