________________
શ્રી વચનામૃતજી
૨૩૩
પોતાનું સ્વરૂપ ચેતન છે, અને આ શરીર જડ છે. એ બે નો સંબંધ છે. આપણું શરીર જડ છે. એ શરીર, આત્મા સાથે માત્ર સંયોગ સંબંધે છે. સંબંધ એટલે જુદો પાડી શકાય એવો સંબંધ છે. બન્નેનો સ્વભાવ જુદો છે. આત્માનો ગુણ જાણવા, દેખવાનો છે. પણ શરીરનો ગુણ જાણવા, દેખવાનો નથી. તમે કહેશો કે કેમ નથી. આ આંખોથી દેખાય છે, પરંતુ જેનામાંથી એક મિનિટ પહેલાં જીવ જતો રહ્યો છે એની આંખો દેખી શકે? આંખો છે, એ તો એનું નિમિત્ત છે, માધ્યમ છે, સાધન છે. જેમ ટેલિસ્કોપ-દૂરબીન સાધન છે તે દૂરનું જોવાનાં કામમાં આવે છે. એમ આંખ પણ આત્મા માટે બહાર જોવાનું સાધન છે; એટલે પરદ્રવ્ય છે. એ પોતે આત્મા નથી. પરદ્રવ્ય જ છે. એમ જ આ શરીર, ધૂળ-તૈજસુકાર્પણ શરીર, પાંચ ઇન્દ્રિયો, મન એ બધાં શૈય છે. બધાં સાધન છે, પરદ્રવ્ય છે.
એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે; કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. ૧
આવો અનુભવનો પ્રકાશ, આત્માનો પ્રકાશ, સાધકને અંદર જ્યારે પ્રગટ થાય, એ વખતે એને ઉલ્લાસ આવે. એને શું થાય ? જડ વસ્તુ જેમ કે હીરા, માણેક, પન્ના હોય કે મિલ્કત હોય કે આ શરીર હોય એ બધાં તરફ એ ઉદાસીન થઈ જાય. આ જન્મ-મરણના ફેરા શું કામ થાય છે? ‘હું અને મારું માન્યાથી થાય છે. આપણામાંથી જો હું અને મારું કાઢી નાખીએ તો આપણે જન્મ મરણના ફેરા ઓછા કરવા પડે, પણ હું અને મારું એમ સહેલાઈથી નીકળે એવું નથી. ઘણા ભવના અધ્યાસથી રહેલું છે, એ અધ્યાસને દેહાધ્યાસ કહેવાય. એને ટાળવા માટે ખૂબ ખૂબ પુરુષાર્થ કરવો જોઈએ, સમજવું જોઈએ ત્યારે થાય. એટલે “જડથી ઉદાસ” એ શરીર તરફ ઉદાસીન થઈ જાય. “આત્મવૃત્તિ થાય છે. એટલે જે બહિવૃત્તિ હતી, જે બહાર ભટકતી હતી એ અંતવૃત્તિ થઈ જાય. આંખો ઉઘાડી હોય છતાં એને બહારનું કાંઈ દેખાય નહીં. જ્ઞાનીને આવી દશા હોય. આંખ ઘાડી છતાં બહારનું ન દેખે, કાન હોવા છતાં બહારનું ન સાંભળે, જીભ હોવા છતાં એ બોલે હીં. આપણે એવું થયું છે. શા માટે ? કારણ કે આપણે પોતે સ્વરૂપથી કોણ છીએ એ જાણવું ' . આપણે પરમાત્મા છીએ. આપણે પરમાત્મા થવું છે. જન્મ મરણના ફેરા ટાળવા છે. જો આ ન થાય ત્યાં સુધી એ બની શકશે નહીં. એટલે કહે છે કે “જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે !'
જેને જ્ઞાન થાય તેને કાયાની માયા છૂટી જાય. કાયાને એ લોકો ભૂલી જાય, અને પોતાના સ્વરૂપમાં લીન થઈ જાય. આત્મામાં લીન થઈ જાય. આ “નિગ્રંથનો પંથ” એટલે આત્મસાક્ષાત્કાર દ્વારા અનુભવીને બતાવેલો મારગ છે. એ ભવનો અંત કરવા માટેનો ઉપાય છે. જન્મ મરણના ફેરા તો જ ટળે. નહીં તો કાંઈ ફેરા ટળવાના નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org