________________
૨૩૧
શ્રી વચનામૃતજી
જ્ઞાનીનાં વાક્યના શ્રવણથી ઉલ્લાસિત થતો એવો જીવ, ચેતન, જડને ભિન્નસ્વરૂપ યથાર્થપણે પ્રતીત કરે છે, અનુભવે છે, અનુક્રમે સ્વરૂપસ્થ થાય છે.
આ જ્ઞાનીનાં વાક્યો છે. એને શ્રવણ કરીને ઉલ્લાસ પામતો એવો જીવ, ચેતન એટલે પોતાના આત્માને અને જડને એટલે આ ત્રણે શરીરો, ઇન્દ્રિયો ઇત્યાદિને ભિન્ન સ્વરૂપે યથાર્થપણે પ્રતીત કરે છે. એમાં બીજાં પાંચે દ્રવ્યો આવી ગયાં. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, પુદ્ગલ અને એનો વર્તના ગુણ એટલે કાળ. પહેલાં તો એ સમજીને એને પ્રતીત કરે છે, એટલે કે એમાં શ્રદ્ધા રાખે છે. પછી અનુભવે છે એટલે કે એ પુરુષાર્થ કરે છે અને અંદર એનો ભેદ પડે છે. એક વખત સ્વરૂપે પ્રગટ થઈ ગયું પછી એને માટે પુરુષાર્થ કરવાનો રહેતો નથી. એ સ્વરૂપ સહજ રીતે રહે એમાંથી બહાર નીકળવું પડે તો મહેનત કરવી પડે અને ત્યારે દુઃખ થાય. એવો અનુભવ થાય તો એ આત્મા સ્વરૂપસ્થ થયો કહેવાય.
યશાસ્થિત અનુભવ થવાથી સ્વરૂપસ્થ થવા યોગ્ય છે. એનો પૂર્ણ અનુભવ થવો જોઈએ.
દર્શનમોહ વ્યતીત થવાથી જ્ઞાનીના માર્ગમાં પરમભક્તિ સમુત્પન્ન થાય છે, તત્ત્વ પ્રતીતિ સમ્યકપણે ઉત્પન્ન થાય છે.
પ્રથમ દર્શનમોહ જવો જોઈએ. એ ક્ષય થાય તો જ્ઞાનીનાં માર્ગમાં પરમ ભક્તિ ઉત્પન્ન થાય છે. નવે તત્ત્વ કે છ દ્રવ્યો એના ઉપર સમ્યપ્રતીતિ ઉત્પન્ન થાય છે. સમ્યક્ શા માટે લખ્યું ? સમ્યક્ એટલે સાચી.
તત્ત્વપ્રતીતિ વડે શુદ્ધ ચેતન્ય પ્રત્યે વૃત્તિનો પ્રવાહ વળે છે. શુદ્ધ ચેતન્યના અનુભવ અર્થે ચારિત્રમોહ વ્યતીત કરવા યોગ્ય છે.
જે સમયે તત્ત્વ ઉપર શ્રદ્ધા થઈ કે હા, આ શરીર એટલે હું નથી. હું કોણ ? એ મારે શોધી કાઢવું જોઈએ. શોધે તો એ શુદ્ધ ચૈતન્ય પ્રત્યે-શુદ્ધ આત્મા પ્રત્યે એ વૃત્તિનો પ્રવાહ વળે છે અત્યારે તો આપણી વૃત્તિ બહાર જ ભટકે છે. એને બદલે એ અંતરવૃત્તિ થાય. પછી વૃત્તિનો પ્રવાહ આત્મા તરફ જ વહે. દર્શનમોહ ગયા પછી ચારિત્રમોહ જાય. પણ એને થોડો સમય લાગે. આપણે તો પુરુષાર્થ એ ચારિત્રમોહ નાશ કરવાને માટે જ કરવાનો છે. એ શું ? તો કહે કે ઉદય આવે ત્યારે ઉદયને ઓળખવો અને સમપરિણામ ભોગવવો. ઉદય બધા માણસો ઓળખી શકતા નથી. હોય ઉદીરણા અને કહે કે ઉદય છે, તો એવા જીવોને રખડી મરવાનું છે.
ચારિત્રમોહ, ચેતન્યન-જ્ઞાની પુરુષના સન્માર્ગના નૈષ્ઠિકપણાથી પ્રલય થાય છે. ચારિત્રમોહનો નાશ કેવી રીતે થાય ? તો કહે છે કે ચૈતન્ય માટે એટલે આત્મા માટે, જ્ઞાની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org