________________
શિક્ષામૃત
પુરુષોએ જે સન્માર્ગ બતાવ્યો છે, એના ઉપર નૈષ્ઠિકપણાથી એટલે પૂર્ણ અડગ શ્રદ્ધા રાખે તો ચારિત્રમોહનો પ્રલય થાય છે, એ બળી જાય છે, નાશ પામી જાય છે.
અસંગતાથી પરમાવગાઢ અનુભવ થવા યોગ્ય છે.
આ ઊંચી દશાની વાત છે. એ અસંગતા આવે તો આપણે ઘણે ઊંચે પહોંચી ગયા સમજવું. ત્યારે પરમાવગાઢ અનુભવ થવા યોગ્ય છે એટલે ત્યારે માત્ર આત્માનો અનુભવ અને તે પણ પરમઅવગાઢ એટલે દઢપણે ઉત્કૃષ્ટતાથી થવા યોગ્ય છે.
હે આર્ય મુનિવરો ! એ જ અસંગ શુદ્ધ ચેતન્યાર્થે અસંયોગને અહોનિશ ઇચ્છીએ છીએ. હે મુનિવરો ! અસંગતાનો અભ્યાસ કરો.
અસંગ-કોઈની સાથે લેવા દેવા નહીં, કોઈ નિમિત્ત નહીં એને. એવી અસંગતા અહોનિશ અમે ઇચ્છીએ છીએ એમ કૃપાળુદેવ લખે છે. ‘તમો પણ હે મુનિવરો ! અસંગતાનો અભ્યાસ કરો કારણ કે અંદર કેટલુંય ભર્યું હોય છે અને એ તરફ આપણો મોહ હોય છે; ગમતા ઉપર રાગ, રતિ હોય છે અને ન ગમતા ઉપર અરતિ હોય છે.
બે વર્ષ કદાપિ સમાગમ ન કરવો એમ થવાથી અવિરોધતા થતી હોય તો છેવટે બીજો કોઈ સદુપાય ન હોય તો તેમ કરશો.
બે વર્ષ સુધી શ્રાવકો અને સાધુઓનો સંગ ન કરવો, કારણ કે એમ થવાથી અવિરોધતા થતી હોય તો છેવટે બીજો કોઈ સદ્ધપાય ન હોય તો તેમ કરશો.
જે મહાત્માઓ અસંગ ચેતન્યમાં લીન થયા, થાય છે અને થશે તેને નમસ્કાર. ૩% શાંતિઃ
જે મહાપુરુષો અસંગ ચૈતન્યમાં એટલે શુદ્ધ આત્મામાં લીન થયા, ભગવાન આત્મામાં લીન થયા, થાય છે અને થશે તેને નમસ્કાર હો. ૐ શાંતિઃ
૯૦૨
જડ ને ચૈતન્ય બન્ને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બન્ને જેને સમજાય છે;
સ્વરૂ૫ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર, અથવા તે શેય પણ પરદ્રવ્યમાંય છે; જડ અને ચેતન એ બેનો સ્વભાવ જુદો છે. જો સાધકને, મુમુક્ષુને, જે જડ છે એ ત્રણે કાળમાં જડ છે અને ચેતન છે એ ત્રણે કાળમાં ચેતન છે એવી અંદરથી સમજણ હોય તો જ પ્રતીતિ આવે. સમજણ સિવાય પ્રતીતિ આવે નહીં. આપણે રોજ રોજ ગાઈએ છીએ પણ આપણા વર્તનમાં એવું હોતું નથી, કેમ નથી હોતું ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org