________________
શ્રી વચનામૃતજી
૨૦૫
૭૮૦ આપણને દરેક મુમુક્ષુને ખબર પડે કે સમાધિ મરણ કેમ થાય. પોતાના સગા પાસે ઊભા હોય તો પણ ખબર પડે કે કાનમાં શું રેડવું. એવા આ પત્રો છે.
દસમના દિવસે સોભાગભાઈએ દેહ મૂક્યો અને આઠમના દિવસે આ પત્ર લખ્યો છે. મુંબઈથી લખ્યો છે.
જેને કોઈ પણ પ્રત્યે રાગ, દ્વેષ રહ્યા નથી, તે મહાત્માને વારંવાર નમસ્કાર. પરમ ઉપકારી, આત્માર્થી, સરલતાદિ ગુણસંપન્ન શ્રી સોભાગ. કૃપાળુદેવ કેવા શબ્દો લખે છે તે જુઓ સોભાગભાઈને તેઓ પરમ ઉપકારી કહે છે, સરળતાદિ ગુણો એમનામાં હતાં. ભાઈ નંબકનો લખેલો કાગળ એક આજે મળ્યો છે.
આત્મસિદ્ધિ” ગ્રંથના સંક્ષેપ અર્થનું પુસ્તક તથા કેટલાંક ઉપદેશપત્રોની પ્રત અત્રે હતી તે આજે ટપાલમાં મોકલ્યાં છે. બન્નેમાં મુમુક્ષુ જીવને વિચારવા યોગ્ય ઘણા પ્રસંગો છે.
સોભાગભાઈએ પોતાના દીકરા પાસે કાગળ લખાવ્યો હશે ! તે વખતમાં બીજે દિવસે ટપાલ મળી જતી હતી. મુંબઈની ટપાલ આજે અત્યારે સાંજે પાંચ વાગ્યે નાખે તો એ કાલે બપોરે બે વાગે કાગળ સાયલામાં વંચાય, વંચાય ને વંચાય. અત્યારે તો તારને પહોંચતાં સાત દિવસ લાગે છે. હવે આ કાગળ એમને ટાઇમસર પહોંચે. મળે તો જ ઉપયોગી છે.
પરમ યોગી એવા શ્રી ઋષભદેવાદિ પુરુષો પણ જે દેહને રાખી શક્યા નથી, તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે.
એ ચિંતામણિ રત્ન જેવો છે. શું વિશેષપણું રહ્યું છે?
તે એ કે, તેનો સંબંધ વર્તે ત્યાં સુધીમાં જીવે અસગપણું નિર્મોહપણું કરી લઈ અબાધ્ય અનુભવ સ્વરૂપ એવું નિજસ્વરૂપ જાણી, બીજા સર્વ ભાવ પ્રત્યેથી વ્યાવૃત્ત (છૂટા) થવું. આત્મસ્વરૂપ જાણી અન્યભાવથી છૂટા થવું.
કે જેથી ફરી જન્મમરણનો ફેરો ન રહે. તે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું, નિર્મોહપણું, યથાર્થ સમરસપણું રહે છે તેટલું મોક્ષપદ નજીક છે એમ પરમ જ્ઞાનીપુરુષનો નિશ્ચય છે.
એમ ભગવાન મહાવીરનો નિશ્ચય છે. તેઓ એમ ચોક્કસ કહી ગયા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org