________________
૨૧૮
શિક્ષામૃત
જિન તીર્થંકરાદિને વિશે ઘટે. તથાપિ છટ્ટે ગુણસ્થાનકે વર્તતા મુનિ, જે સંપૂર્ણ વીતરાગતા અને કૈવલ્યદશાના ઉપાસક છે, તે દશા અર્થે જેનાં પ્રવર્તન પુરુષાર્થ છે, તે દશાને સંપૂર્ણપણે જે પામ્યા નથી તથાપિ તે સંપૂર્ણ દશા પામવાના માર્ગસાધન પોતે પરમ સદ્ગુરુ શ્રી તીર્થંકરાદિ આપ્તપુરુષનાં આશ્રય વચનથી જેણે જાણ્યાં છે, પ્રતીત્યાં છે, અનુભવ્યાં છે.
આપ્તપુરુષનાં એટલે જ્ઞાની પુરુષનાં, વિશ્વાસ કરવા લાયક પુરુષના વચનથી જાણ્યું, એકલું જાણ્યું, એટલું જ નહીં, ખાતરી કરી હોય અને અનુભવ્યા હોય.
અને એ માર્ગ સાધનની ઉપાસનાએ જેની તે દશા ઉત્તરોત્તર વિશેષ વિશેષ પ્રગટ થતી જાય છે, તથા શ્રી જિન તીર્થંકરાદિ પરમ સદ્ગુરુનું, તેના સ્વરૂપનું ઓળખાણ જેના નિમિત્તે થાય છે, તે સદ્ગુરુને વિશે પણ માર્ગનું ઉપદેશકપણું અવિરોધરૂપ છે.
તેથી નીચેના પાંચમા ચોથા ગુણસ્થાનકે માર્ગનું ઉપદેશકપણું ઘણું કરી ન ઘટે. કેમકે ત્યાં બાહ્ય (ગૃહસ્થ) વ્યવહારનો પ્રતિબંધ છે, અને બાહ્ય અવિરતિરૂપ ગૃહસ્થ વ્યવહાર છતાં વિરતિરૂપ માર્ગનું પ્રકાશવું એ માર્ગને વિરોધરૂપ છે.
ચોથાથી નીચેના ગુણસ્થાનકે તો માર્ગનું ઉપદેશકપણું ઘટે જ નહીં; કેમ કે ત્યાં માર્ગની, આત્માની, તત્ત્વની, જ્ઞાનીની ઓળખાણ પ્રતીતિ નથી, તેમજ સમ્યવિરિત નથી; અને એ ઓળખાણ પ્રતીતિ અને સભ્યવિરતિ નહીં છતાં તેની પ્રરૂપણા કરવી, ઉપદેશક થવું એ પ્રગટ મિથ્યાત્વ, કુગુરુપણું અને માર્ગનું વિરોધપણું છે.
ચોથે પાંચમે ગુણસ્થાને એ ઓળખાણ પ્રતીતિ છે. અને આત્મજ્ઞાનાદિ ગુણો અંશે વર્તે છે અને પાંચમામાં દેશવિરતિપણાને લઈ ચોથાથી વિશેષતા છે, તથાપિ સર્વવિરતિના જેટલી ત્યાં વિશુદ્ધિ નથી.
આત્મજ્ઞાન, સમદર્શિતા આદિ જે લક્ષણો દર્શાવ્યાં તે સંયતિધર્મે સ્થિત વીતરાગદશાસાધક ઉપદેશક ગુણસ્થાને વર્તતા સદ્ગુરુના લક્ષે મુખ્યતાએ દર્શાવ્યાં છે, અને તેમના વિશે તે ગુણો ઘણા અંશે વર્તે છે. તથાપિ તે લક્ષણો સર્વાંશે સંપૂર્ણપણે તો તેમા ગુણસ્થાનકે વર્તતા સંપૂર્ણ વીતરાગ અને કૈવલ્ય સંપન્ન જીવનમુક્ત સયોગીકેવલી પરમ સદ્ગુરુ શ્રી જિન અરિહંત તીર્થંકરને વિશે વર્તે છે. તેમના વિશે આત્મજ્ઞાન અર્થાત્ સ્વરૂપસ્થિતિ સંપૂર્ણપણે વર્તે છે, તે તેમની જ્ઞાનદશા અર્થાત્ ‘જ્ઞાનાતિશય’ સૂચવ્યો. તેઓને વિશે સમદર્શિતા અર્થાત્ ઇચ્છારહિતપણું સંપૂર્ણપણે વર્તે છે, તે તેમની વીતરાગ ચારિત્રદશા અર્થાત્ ‘અપાયાપગમાતિશય' સૂચવ્યો. સંપૂર્ણપણે ઇચ્છારહિત હોવાથી વિચરવા આદિની તેઓની દૈહિકાદિ યોગક્રિયા પૂર્વપ્રારબ્ધોદય વેદી લેવા પૂરતી જ છે, માટે ‘વિચરે ઉદય પ્રયોગ' કહ્યું.
ઉદય હોય એ પ્રમાણે જ તેઓ વિચરે. ઇચ્છાથી ક્યાંય તેઓ જાય નહીં. ગમે તેટલું સારું કારણ હોય તો પણ તેમને ઇચ્છા થાય નહીં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org