________________
૨ ૨૦
શિક્ષામૃત
યોગ્ય) ને ઉપાદેયરૂપે દેખે, જાણે, જણાવે. પણ સમદર્શી આત્મા તે બધામાં મારાપણું, ઇષ્ટઅનિષ્ટબુદ્ધિ, રાગદ્વેષ ન કરે. સુગંધ દેખી પ્રિયપણું ન કરે. દુર્ગધ દેખી અપ્રિયતા, દુર્ગછા ન આણે. (વ્યવહારથી) સારું ગણાતું દેખી આ મને હોય તો ઠીક એવી ઇચ્છા બુદ્ધિ (રાગ, રતિ) ન કરે. (વ્યવહારથી) માઠું ગણાતું દેખી આ મને ન હોય તો ઠીક એવી અનિચ્છાબુદ્ધિ (દ્વેષ, અરતિ) ન કરે. પ્રાપ્તસ્થિતિ સંજોગોમાં સારું-માઠું, અનુકૂળ-પ્રતિકૂળ, ઇષ્ટઅનિષ્ટપણું, આકુળવ્યાકુળપણું ન કરતાં તેમાં સમવૃત્તિએ અર્થાત્ પોતાના સ્વભાવે, રાગદ્વેષરહિતપણે રહેવું એ સમદર્શિતા.
શાતા-અશાતા, જીવન-મૃત્યુ, સુગંધ-દુર્ગધ, સુસ્વર-દુસ્વર, રૂપ-કુરૂપ, શીત-ઉષ્ણ આદિમાં હર્ષ-શોક, રતિ-અરતિ, ઈષ્ટ-અનિષ્ટપણું, આર્તધ્યાન ન વર્તે તે સમદર્શિતા.
હિંસા, અસત્ય, અદત્તાદાન, મેથુન અને પરિગ્રહનો પરિહાર સમદર્શીને વિશે અવશ્ય હોય. અહિંસાદિ વ્રત ન હોય તો સમદર્શીપણું ન સંભવે. સમદર્શિતા અને અહિંસાદિ વ્રતોને કાર્યકારણ, અવિનાભાવી અને અન્યોન્યાશ્રય સંબંધ છે. એક ન હોય તો બીજું ન હોય, અને બીજું ન હોય તો પહેલું ન હોય.
સમદર્શિતા હોય તો અહિંસાદિ વ્રત હોય. સમદર્શિતા ન હોય તો અહિંસાદિ વ્રત ન હોય. અહિંસાદિ વ્રત ન હોય તો સમદર્શિતા ન હોય. અહિંસાદિ વ્રત હોય તો સમદર્શિતા હોય. એટલે અંશે સમદર્શિતા તેટલે અંશે અહિંસાદિ વ્રત અને જેટલે અંશે અહિંસાદિ વ્રત તેટલે અંશે સમદર્શિતા.
સદ્ગુરુ યોગ્ય લક્ષણરૂપ સમદર્શિતા, મુખ્યતાએ સર્વવિરતિ ગુણસ્થાનકે હોય; પછીના ગુણસ્થાનકે તે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી જાય, વિશેષ પ્રગટ થતી જાય; ક્ષીણ મોહ સ્થાને (બારમે ગુણસ્થાનકે) તેની પરાકાષ્ટા અને પછી સંપૂર્ણ વીતરાગતા.
સમદર્શીપણું એટલે લૌકિક ભાવનો સમાનભાવ, અભેદભાવ, એકસરખી બુદ્ધિ, નિર્વિશેષપણું નહીં; અર્થાત્ કાચ અને હીરો એ બે સમાન ગણવા, અથવા સત્કૃત અને અસત્કૃતમાં સમપણું ગણવું, અથવા સદ્ધર્મ અને અસદુ ધર્મમાં અભેદ માનવો, અથવા સદ્ગુરુ અને અસદ્ગુરુને વિશે એક સરખી બુદ્ધિ રાખવી, અથવા સદૈવ અને અસદ્દવને વિશે નિર્વિશેષપણે દાખવવું અર્થાત્ બન્નેને એક સરખા ગણવા, ઇત્યાદિ સમાન વૃત્તિ એ સમદર્શિતા નહીં; એ તો આત્માની મૂઢતા, વિવેકશૂન્યતા, વિવેકનિકળતા. સમદર્શી સત્ન સત્ જાણે, બોધે; અસત્ન અસત્ જાણે, નિષેધે, સત્કૃતને સદ્ભૂત જાણે, બોધે, કુશ્રુતને કુશ્રુત જાણે નિષેધે ધર્મને સદ્ધર્મ જાણે, બોધે; અસદ્ધર્મને અસદ્ધર્મ જાણે, નિષેધે, સદ્ગુરુને સદ્ગુરુ જાણે બોધે; અસગુરુને અસદ્ગુરુ જાણે, નિષેધે, સવને સવ જાણે, બોધ, અસદૈવને અસદૈવ જાણે, નિષેધે, ઇત્યાદિ જે જેમ હોય તેને તેમ દેખે, જાણે, પ્રરૂપે, તેમાં રાગદ્વેષ, ઇષ્ટઅનિષ્ટબુદ્ધિ ન કરે, એ પ્રકારે સમદર્શીપણું સમજવું. ૐ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org