________________
૨ ૨૮
શિક્ષામૃત વર્તમાનકાળમાં તેવા મહત્પષનો યોગ અતિ દુર્લભ છે. કેમ કે ઉત્તમકાળમાં પણ તે યોગનું દુર્લભપણું હોય છે, તેમ છતાં પણ સાચી મુમુક્ષતા જેને ઉત્પન્ન થઈ હોય, રાત્રિદિવસ આત્મકલ્યાણ થવાનું તથારૂપ ચિંતન રહ્યા કરતું હોય, તેવા પુરુષને તેવો યોગ પ્રાપ્ત થવો સુલભ છે.
આત્માનુશાસન' હાલ મનન કરવા યોગ્ય છે.
૮૯૬
કૃપાળુદેવ જ્યાં સુધી સોભાગભાઈ હયાત હતા ત્યાં સુધી નવું વર્ષ બેસે એટલે પહેલો પત્ર સોભાગભાઈને લખતા હતા. સોભાગભાઈનો દેહ પડી ગયા પછી નવા વર્ષનો આ પ્રથમ પત્ર પ્રભુશ્રીને લખ્યો છે.
પરમ વીતરાગોએ આત્મસ્થ કરેલું, યથાખ્યાત ચારિત્રથી
પ્રગટેલું એવું પરમ અસગપણું નિરંતર
વ્યક્તા વ્યક્તપણે સંભારું છું. પરમ કૃપાળુદેવે પોતાની દશા મથાળામાં લખી છે. તેઓ કહે છે કે હજી હું વીતરાગ તો થયો નથી. મારે એ વીતરાગ ભગવંતોએ જે દશા પ્રાપ્ત કરી તે કરવી છે. હું અત્યારે વ્યક્ત એટલે ક્યારેક અનુભવું છું, અને અવ્યક્ત એટલે ક્યારેક એ અનુભવાતું નથી એ સંભારું છું. છેલ્લામાં છેલ્લે અસંગપણું આવે, એ યથાખ્યાત ચારિત્રથી જ આવે. અસંગપણું એટલે આ દુનિયાની કોઈ ચીજથી, સ્થૂળ શરીર, અંદરનું તૈજસ્ શરીર, કાર્મણ શરીર, પાંચ ઇન્દ્રિયો એ બધાથી અસંગપણું, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ બધાંથી જુદાપણું એ અસંગપણું યથાખ્યાત ચારિત્ર પછી આવે. ‘એ સંભારું છું’ એટલે કે તેનું ધ્યાન કરું છું.
આ દુષમકાળમાં સત્સમાગમનો યોગ પણ અતિ દુર્લભ છે, ત્યાં પરમ સત્સંગ અને પરમ અસંગપણાનો યોગ ક્યાંથી બને?
જ્ઞાની પુરુષનો સત્સંગ રહે એને પરમ સત્સંગ કહ્યો છે ‘પરમ અસગપણાનો યોગ બનવો બહુ વિકટ છે, દુર્લભ છે. જો પરમ સત્સંગ મળે તો જ પછી પરમ અસંગપણાનો યોગ થાય. આ કોને લખે છે ? કૃપાળુદેવ મુનિઓને લખે છે.
સત્સમાગમનો પ્રતિબંધ કરવા જણાવે તો તે પ્રતિબંધ ન કરવાની વૃત્તિ જણાવી તો તે યોગ્ય છે; યથાર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org