________________
શ્રી વચનામૃતજી
૨ ૨૭ સલૂણા સંતને ચૌદ રાજલોકમાં ફરતાં કોઈપણ જાતનો અંતરાય થતો નથી. રિદ્ધિ સિદ્ધિ તેની દાસીઓ થઈને રહે છે અને બ્રહ્મ એટલે આત્માનો પોતાનો આનંદ હૃદયમાં સમાય નહીં તેવો હોય. આવા જે મહાપુરુષો છે તેનું જીવન ધન્ય થયું કહેવાય- કૃતાર્થ થયું કહેવાય.
૮૮૩
ૐ નમઃ 'बिना नयन पावे नहीं बिना नयन की बात. એ વાચનો હેતુ મુખ્ય આત્મદષ્ટિ પરત્વે છે. સ્વાભાવિક ઉત્કર્ષાર્થે એ વાક્ય છે. સમાગમના યોગે સ્પષ્ટાર્થ સમજાવા યોગ્ય છે. તેમજ બીજા પ્રશ્નોનાં સમાધાન માટે હાલ પ્રવૃત્તિ બહુ અલ્પ વર્તે છે. સત્સમાગમના યોગમાં સહજમાં સમાધાન થવા યોગ્ય છે.
બિના નયન” આદિ વાક્યનો સ્વકલ્પનાથી કંઈ પણ વિચાર ન કરતાં, અથવા શુદ્ધ ચૈતન્યદૃષ્ટિ પ્રત્યેનું વલણ તેથી વિક્ષેપ ન પામે એમ વર્તવું યોગ્ય છે. “કાર્તિકેયાનુપ્રેક્ષા” અથવા બીજું સન્શાસ્ત્ર થોડા વખતમાં ઘણું કરીને પ્રાપ્ત થશે.
દુષમકાળ છે, આયુષ્ય અલ્પ છે, સત્સમાગમ દુર્લભ છે, મહાત્માઓના પ્રત્યક્ષ વાક્ય, ચરણ અને આજ્ઞાનો યોગ કઠણ છે. જેથી બળવાન અપ્રમત્ત પ્રયત્ન કર્તવ્ય છે.
તમારી સમીપ વર્તતા મુમુક્ષુઓને યથાવિનય પ્રાપ્ત થાય. શાંતિઃ.
૮૮૭
અગમ્ય છતાં સરળ એવા મહાપુરુષોના માર્ગને નમસ્કાર. સત્સમાગમ નિરંતર કર્તવ્ય છે. મહત્ ભાગ્યના ઉદય વડે અથવા પૂર્વના અભ્યસ્ત યોગ વડે જીવને સાચી મુમુક્ષતા ઉત્પન્ન થાય છે, જે અતિ દુર્લભ છે. તે સાચી મુમુક્ષતા ઘણું કરીને મહાપુરુષના ચરણ કમળની ઉપાસનાથી પ્રાપ્ત થાય છે અથવા તેવી મુમુક્ષતાવાળા આત્માને મહત્ પુરુષના યોગથી આત્મનિષ્ઠપણું પ્રાપ્ત થાય છે; સનાતન અનંત એવા જ્ઞાની પુરુષોએ ઉપાસેલો એવો સન્માર્ગ પ્રાપ્ત થાય છે. સાચી મુમુક્ષતા જેને પ્રાપ્ત થઈ હોય તેને પણ જ્ઞાનીનો સમાગમ અને આજ્ઞા અપ્રમત્તયોગ સંપ્રાપ્ત કરાવે છે. મુખ્ય મોક્ષમાર્ગનો ક્રમ આ પ્રમાણે જણાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org