________________
શ્રી વચનામૃતજી
૮૬૫
उवसंतखीणमोहो, मग्गे जिणभासिदेण समुवगदो; नाणामग्गचारी निव्वाणपुरं वज्जदि धीरो. (પંચાસ્તિકાય ગાથા-૭૦)
દર્શનમોહ ઉપશાંત અથવા ક્ષીણ થયો છે જેનો એવો ધીરપુરુષ વીતરાગોએ દર્શાવેલા માર્ગને અંગીકાર કરીને શુદ્ધ ચૈતન્ય સ્વભાવ પરિણામી થઈ મોક્ષપુર પ્રત્યે જાય છે.
આ જે અત્યારે વાંચી રહ્યા છીએ, તે પ.કૃ. દેવે આગમોની શાખ આપી પોતાના હસ્તાક્ષરે લખેલ છે.
૨૨૫
૮૬૬
દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે, નિગ્રંથપ્રવચનનું રહસ્ય છે. શુક્લ ધ્યાનનું અનન્ય કારણ છે.
દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગ, ધર્મકથાનુયોગ એ શાસ્ત્રોના ચાર અનુયોગ છે. એમાં દ્રવ્યાનુયોગ જાણવો એટલે છ એ દ્રવ્યો જાણવાં, એના પર્યાયો જાણવા, એનાં ગુણલક્ષણ જાણવાં. એમાં ભગવાન મહાવીરના પ્રવચનનું રહસ્ય છે.
શુક્લધ્યાનથી કેવળજ્ઞાન સમુત્પન્ન થાય છે. મહાભાગ્ય વડે તે દ્રવ્યાનુયોગની પ્રાપ્તિ થાય છે; દર્શનમોહનો અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહત્ પુરુષના ચરણકમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનુયોગ પરિણમે છે.
Jain Education International
મિથ્યાત્વ, અજ્ઞાન, અવિદ્યા કે દર્શનમોહ જાય પછી મહત્પુરુષના આશ્રયમાં રહેવાથી દ્રવ્યાનુયોગ યથાર્થ સમજાય છે.
જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે, તેમ તેમ દ્રવ્યાનુયોગ યથાર્થ પરિણમે છે. સંયમની વૃદ્ધિનું કારણ સમ્યક્દર્શનનું નિર્મલત્વ છે.
જેટલું સમક્તિ નિર્મળ, એટલી સંયમની વૃદ્ધિ. તેનું કારણ પણ દ્રવ્યાનુયોગ થાય છે.
સામાન્યપણે દ્રવ્યાનુયોગની યોગ્યતા પામવી દુર્લભ છે. આત્મારામ પરિણામી, પરમવીતરાગ દૃષ્ટિવંત, પરમ અસંગ એવા મહાત્મા પુરુષો તેનાં મુખ્ય પાત્ર છે.
એ ગુણો આવા મહાત્માઓમાં આવે.
કોઈ મહત્ પુરુષના મનનને અર્થે પંચાસ્તિકાયનું સંક્ષિપ્ત સ્વરૂપ લખ્યું હતું, તે મનન અર્થે આ સાથે મોકલ્યું છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org