________________
૨ ૨૪
શિક્ષામૃત
CG0 ‘નાકે રૂપ નિહાળતા’ એ ચરણનો અર્થ વીતરાગમુદ્રાસૂચક છે.
રૂપ અવલોકન દષ્ટિથી સ્થિરતા પ્રાપ્ત થયે સ્વરૂપાવલોકન દૃષ્ટિમાં પણ સુગમતા પ્રાપ્ત થાય છે. દર્શનમોહનો અનુભાગ ઘટવાથી સ્વરૂપાવલોકન દૃષ્ટિ પરિણમે છે.
મહપુરુષનો નિરંતર અથવા વિશેષ સમાગમ, વીતારાગશ્રત ચિંતવના, અને ગુણજિજ્ઞાસા દર્શનમોહનો અનુભાગ ઘટવાના મુખ્ય હેતુ છે. તેથી સ્વરૂપદૃષ્ટિ સહજમાં પરિણમે છે.
૮૪
ચરમાવર્ત હો ચરમકરણ તથા રે, ભવપરિણતિ પરિપાક; દોષ ટળે વળી દષ્ટિ ખૂલે ભલી રે, બાપતિ પ્રવચન વાક. ૧ પરિચય પાતિક ઘાતિક સાધુશું રે, અકુશલ અપચય ચેત; ગ્રંથ અધ્યાત્મ શ્રવણ, મનન કરી રે, પરિશીલન નયત. ૨ મુગધ સુગમ કરી સેવન લખવે રે, સેવન અગમ અનુપ; દેજો કદાચિત્ સેવક યાચના રે, આનંદઘન રસરૂપ. ૩
(શ્રી આનંદઘન રચિત સંભવ જિનસ્તવન) જીવને સંસાર પરિભ્રમણમાં છેલ્લું પુલ પરાવર્તન બાકી રહ્યું હોય અને તેમાં છેલ્લું ગુણકરણ બાકી હોય, વળી ભવમાં પરિભ્રમણ કરવાનો કાળ પરિપક્વ થયો હોય તો એવા આત્માને પ્રવચન વાકુ (યથાર્થબોધ-ગુરુગમ)ની પ્રાપ્તિ થાય તો સાચી દૃષ્ટિ ખુલી જાય અને દોષોનો નાશ થઈ જાય - ૧
એવા આત્માને પછી પાપનો નાશ કરનાર એવા સાધુનો જ પરિચય કરવાનું મન થાય. એ પરિચયથી આત્માને નુકસાન કરનાર ભાવોને દૂર કરીશું. આમ થવાથી અધ્યાત્મગ્રંથોનું યથાર્થ શ્રવણ તથા મનન કરીને નયપૂર્વક સમજીને તેને આચરણમાં મૂકીશું - ૨
આપના પ્રત્યે મુગ્ધ ભાવવાળા - ભક્તિ ભાવવાળા સરલ આત્માઓ આપની સેવા ભક્તિ યથાર્થપણે સમજીને સુગમપણે આદરે છે. પણ પ્રભુની સેવા ગમ ન પડે તેવી અને ઉપમા ન આપી શકાય તેવી છે. માટે તે આનંદઘન ભગવાન ! આપના સેવકની વિનંતી માન્ય રાખીને કાંઈ સેવા આપવી હોય તો આનંદઘન રસ એટલે કે આનંદપુજના રસરૂપ સેવા આપજો એવી મારી યાચના છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org