________________
૨ ૨ ૨
શિક્ષામૃત
મોક્ષમાર્ગ ઉપદેશવાનું કાર્ય દેહધારી સાકાર મુક્તપુરુષ કરી શકે, દેહરહિત નિરાકાર ન કરી શકે. આમ કહી આત્મા પોતે પરમાત્મા થઈ શકે છે, મુક્ત થઈ શકે છે અને તે જ બોધ કરી શકે છે એમ સૂચવ્યું, દેહરહિત અપૌરુષેય બોધનો નિષેધ કર્યો.
કર્મરૂપ પર્વતના ભેદનાર એમ કહી કર્મરૂપ પર્વતો તોડવાથી મોક્ષ થાય એમ સૂચવ્યું, અર્થાત્ કર્મરૂપ પર્વતો સ્વવીયૅ કરી દેહધારીપણે તોડ્યા, અને તેથી જીવનમુક્ત થઈ મોક્ષમાર્ગના નેતા, મોક્ષમાર્ગના બતાવનાર થયા અને કર્મો સમૂળા છેવાથી નાશ કર્યાથી ફરી દેહ ધારણ કરવાપણું નથી એમ સૂચવ્યું.
વિશ્વ તત્ત્વના જ્ઞાતા, સમસ્ત દ્રવ્ય પર્યાયાત્મક લોકાલોકના, વિશ્વના જાણનાર એમ કહી મુક્ત આત્માનું અખંડ સ્વપર જ્ઞાયકપણું સૂચવ્યું. આવા જે ગુણોવાળા તેને તે ગુણની પ્રાપ્તિ અર્થે વંદુ છું-૧.
અજ્ઞાનતિમિરાંધાનાં” અવિદ્યારૂપી, અજ્ઞાનરૂપી જે અંધારું હતું એને “જ્ઞાનાંજનશલાકયા-” જ્ઞાનરૂપી સળીથી અંજન કરીને એ અંધારુંનાશ કર્યું છે. અર્થાત્ અજ્ઞાનનો નાશ કરીને જ્ઞાન પ્રગટાવ્યું છે. “ચક્ષુરુન્મિલિતં યેન તેમૈ શ્રી ગુરુવે નમઃ” એમણે અમારાં બાહ્ય ચક્ષુને ઉલટાવીને દિવ્ય ચક્ષુ પ્રગટાવ્યાં છે એવા શ્રી ગુરુ ભગવંતને નમસ્કાર કરું છું. ૨.
૮૪૬
ૐ નમઃ अहो जिणेहिं असावज्जा, वित्ती साहूण देसिआ, मुकख साहण हेउस्स, साहुदेहस्स धारणा
(દશવૈકાલિક સૂત્ર અપ-૯૨) ભગવાન જિને આશ્ચર્યકારક એવી નિષ્પાપવૃત્તિ (આહાર-ગ્રહણ) મુનિઓને ઉપદેશ (તે પણ શા અર્થે ?) માત્ર મોક્ષના સાધનને અર્થે મુનિને દેહ જોઈએ તેના ધારણાર્થે. (બીજા કોઈપણ હેતુથી નહીં)
अहो निच्चं तवो कम्म, सव्व बुद्धेहिं वण्णिअं, जाव लज्जासमा वित्ती, एगभत्तं च भोयणं
(દશવૈકાલિક સૂત્ર અ. ૬-૨૨) બુદ્ધ એવા સર્વ જિન ભગવંતોએ આશ્ચર્યકારક એવું તપ: કર્મ નિત્યને અર્થે ઉપદેશ્ય. (તે આ પ્રમાણે) સંયમના રક્ષણ અર્થે સમ્યફવૃત્તિએ એક વખત આહાર ગ્રહણ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org