________________
શ્રી વચનામૃતજી
૨ ૨૩
૮૫o મારું ચિત્ત, મારી ચિત્તવૃત્તિઓ એટલી શાંત થઈ જાઓ કે કોઈ મૃગ પણ આ શરીરને જોઈ જ રહે, ભય પામી નાસી ન જાય !
કોઈ હરણ આ શરીરને જોઈ જ રહે, એને ખૂજલી આવતી હોય તો આ શરીર સાથે ઘસી લે. આત્મ પ્રદેશો કેટલા સ્થિર થાય ત્યારે એ થાય ?
મારી ચિત્તવૃત્તિ એટલી શાંત થઈ જાઓ, કે કોઈ વૃદ્ધ મૃગ જેના માથામાં ખૂજલી આવતી હોય તે આ શરીરને જડ પદાર્થ જાણી પોતાનું માથું ખૂજલી મટાડવા આ શરીરને ઘસે.
આપણી ચંચળતા કેટલી છે ? ક્યાંય આપણું મન ભટકતું હોય, આયોજન કરતું જ હોય. રાત્રે ઊંઘ ન આવે, પડખાં ફેરવે, કાલે શું કરવું ? એનું આયોજન કરે, નકશા દોરે, એવી ચંચળતા મટાડવાની છે.
૮૫૮
मा मुज़झह मा रज्जह मा दुस्सह इट्टणि?अत्थेसु थिरमिच्छह जई चित्तं विचित्तझाणप्पसिद्धीए. ४९ पणतीस सोल, छप्पण चहु दुगमेगंच ज्वह झाएह, परमेट्ठिवाचयाणं अण्णं च गुरुवएसेण. ५०
(દ્રવ્યસંગ્રહ) જો તમે સ્થિરતા ઇચ્છતા હો તો પ્રિય અથવા અપ્રિય વસ્તુમાં મોહ ન કરો, રાગ ન કરો, દ્વેષ ન કરો. અનેક પ્રકારના ધ્યાનની પ્રાપ્તિને અર્થે પાંત્રીશ, સોળ, છ, પાંચ, ચાર બે અને એક એમ પરમેષ્ઠીપદના વાચક છે તેનું જાપૂર્વક ધ્યાન કરો. વિશેષ સ્વરૂપ શ્રી ગુરુના ઉપદેશથી જાણવું યોગ્ય છે.
जं किंचि वि चितंतो निरीहवित्ती हवे जदा साहू, लखूणय एयत्तं तदाहु तं तस्स णिच्चयं. झाणं
(દ્રવ્યસંગ્રહ ૫૯) ધ્યાનમાં એકાગ્રવૃત્તિ રાખીને સાધુ નિસ્પૃહ વૃત્તિવાન અર્થાત્ સર્વ પ્રકારની ઇચ્છાથી રહિત થાય તેને પરમ પુરુષો નિશ્ચય ધ્યાન કહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org