________________
શ્રી વચનામૃતજી
૨૧૯
સંપૂર્ણ નિજ અનુભવરૂપ તેમની વાણી અજ્ઞાનીની વાણીથી વિલક્ષણ અને એકાંત આત્માર્થબોધક હોઈ તેમને વિશે વાણીનું અપૂર્વપણું કહ્યું. તે તેમનો “વચનાતિશય” સૂચવ્યો. વાણીધર્મે વર્તતું શ્રુત પણ તેઓને વિશે કોઈ પણ નય ન દુભાય એવું સાપેક્ષપણે વર્તે છે, તે તેમનો “પરમશ્રુત ગુણ સૂચવ્યો અને પરમશ્રુત જેને વિશે વર્તે તે પૂજવા યોગ્ય હોઈ તેમનો તેથી પૂજાતિશય’ સૂચવ્યો.
આ શ્રી જિન અરિહંત તીર્થંકર પરમ સદ્ગુરુને પણ ઓળખાવનારા વિદ્યમાન સર્વવિરતિ સદ્ગુરુ છે. એટલે એ સદ્ગુરુના લક્ષે એ લક્ષણો મુખ્યતાએ દર્શાવ્યા છે.
(૨) સમદર્શિતા એટલે પદાર્થને વિશે ઇષ્ટઅનિષ્ટબુદ્ધિરહિતપણું. તેઓને કોઈ પદાર્થમાં ઇષ્ટબુદ્ધિ નહીં તેમ કોઈ પદાર્થમાં અનિષ્ટ બુદ્ધિ નહીં.
ઇચ્છારહિતપણું, મમત્વરહિતપણું. સમદર્શિતા ચારિત્રદશા સૂચવે છે. રાગદ્વેષ રહિત થવું તે ચારિત્રદશા છે. ઇષ્ટઅનિષ્ટબુદ્ધિ, મમત્વ, ભાવાભાવનું ઊપજવું એ રાગદ્વેષ છે.
કૃપાળુદેવે રાગદ્વેષની વ્યાખ્યા શું કહી ? “ઇષ્ટઅનિષ્ટ બુદ્ધિ, મમત્વ, ભાવાભાવનું ઊપજવું એ રાગદ્વેષ છે.”
આ મને પ્રિય છે, આ ગમે છે, આ મને અપ્રિય છે, ગમતું નથી, એવો ભાવ સમદર્શીને વિશે ન હોય. સમદર્શી બાહ્ય પદાર્થને, તેના પર્યાયને, તે પદાર્થ તથા પર્યાય જેવા ભાવે વર્તે તેવા ભાવે દેખે, જાણે, જણાવે, પણ તે પદાર્થ કે તેના પર્યાયને વિશે મમત્વ કે ઇષ્ટ અનિષ્ટપણું ન કરે.
આત્માનો સ્વાભાવિક ગુણ દેખવા જાણવાનો હોવાથી તે શેય પદાર્થને શેયાકારે દેખે, જાણે; પણ જે આત્માને સમદર્શીપણું પ્રગટ થયું છે, તે આત્મા તે પદાર્થને દેખતાં, જાણતાં છતાં તેમાં મમત્વબુદ્ધિ, તાદાભ્યપણું, ઇષ્ટઅનિષ્ટબુદ્ધિ ન કરે. વિષમદષ્ટિ આત્માને પદાર્થને વિશે તાદાત્સ્યવૃત્તિ થાય; સમદષ્ટિ આત્માને ન થાય.
આપણે વિષમ આત્માઓ કહેવાઈએ, કારણ કે સમ, સમત્વ, સમદર્શિતા જેવો ઉચ્ચગુણ આપણામાં હજુ ઉત્પન્ન ન થયો ગણાય.
કોઈ પદાર્થ કાળો હોય તો સમદર્શી તેને કાળો દેખે, જાણે, જણાવે. કોઈ શ્વેત હોય તો તેને તેવો દેખે, જાણે, જણાવે. કોઈ સુરભિ (સુગંધી) હોય તો તેને તેવો દેખે, જાણે, જણાવે. કોઈ દુરભિ (દુર્ગધી) હોય તો તેને તેવો દેખે, જાણે, જણાવે. કોઈ ઊંચો હોય, કોઈ નીચો હોય, તો તેને તેવો દેખે, જાણે, જણાવે. સર્પને સર્પની પ્રકૃતિરૂપે દેખે, જાણે, જણાવે. વાઘને વાઘની પ્રકૃતિરૂપે દેખે, જાણે, જણાવે. ઇત્યાદિ પ્રકારે વસ્તુમાત્રને જે રૂપે, જે ભાવે, તે હોય તે રૂપે તે ભાવે સમદર્શી દેખે, જાણે, જણાવે. હેય (છાંડવા યોગ્ય) ને હેયરૂપે દેખે, જાણે, જણાવે. ઉપાદેય (આદરવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org