________________
શ્રી વચનામૃતજી
૨૧૭
આ કાગળ ડુંગરભાઈને પહોંચ્યો ત્યારે તેઓ ભાનમાં ન હતા. પાસે રહેનારાઓને એમ હતું કે એ ભાનમાં આવે તો આ કાગળ વંચાવીએ. પછી તેઓ ભાનમાં આવ્યા અને આખો કાગળ એમને વંચાવ્યો. તેઓ બહુ જ રાજી થઈ ગયા અને કહે કે હું તન્મય થાઉં છું.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિ;
૮૩૭. આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ; અપૂર્વવાણી પરમશ્રત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય.
(આસિ.શા.ગાથા-૧૦) આ આત્મસિદ્ધિ શાસ્ત્રની કડી છે. એમાં સદ્ગુરુનાં લક્ષણ બતાવ્યાં છે. આત્મજ્ઞાન હોય એટલે એને આત્મા પ્રગટ થયેલો હોય.
“સમદર્શિતા” એટલે એને ગમે તેવા લાભ થાય તો પણ હર્ષ ન થાય અને ગમે તેવું નુકસાન થાય તો પણ શોક ન થાય. ચોતરફ અગ્નિ બળતો હોય તો પણ એને અંદર ધક્કો ન લાગે તે. (સમદર્શિતા)
“વિચરે ઉદય પ્રયોગ.” એટલે જે સત્તામાં કર્મ છે અને જે ઉદયમાં આવે તેમાં સમભાવપણે વર્તે. “અપૂર્વ વાણી” એની વાણીમાં અપૂર્વ ભાવ હોય, પૂર્વાનુપૂર્વ વાણી તો ઘણી સાંભળી છે, પણ જ્ઞાનીની વાણીમાં કોઈ વિરોધાભાસ ન આવે તેવી અપૂર્વવાણી છે. “પરમશ્રુત” એટલે જ્ઞાનીના મુખેથી અનુભવયુક્ત વાણી નીકળે તે. “સગુરુ લક્ષણ યોગ્ય” એટલે આ સદ્ગુરુનાં લક્ષણો છે.
કૃપાળુદેવનું આ ૩૧મું વર્ષ ચાલે છે. આત્મસિદ્ધિશાસ્ત્રની આ ૧૦મી ગાથા છે. એમાં સદ્ગુરુના લક્ષણ શું? એના વિશે આ કડીમાં કહેવામાં આવ્યું છે. આના અર્થ કૃપાળુદેવે ભર્યા છે.
૧. સદ્ગુરુ યોગ્ય આ લક્ષણો મુખ્યપણે કયા ગુણસ્થાનકે સંભવે? અને (૨) સમદર્શિતા એટલે શું?
ઉત્તર : સદ્ગુરુ યોગ્ય એ લક્ષણો દર્શાવ્યાં તે મુખ્યપણે વિશેષપણે ઉપદેશક અર્થાત્ માર્ગપ્રકાશક સદ્ગુરુનાં લક્ષણ કહ્યાં છે. ઉપદેશક ગુણસ્થાનક છઠું અને તેરમું છે, વચલાં સાતમાથી બારમા સુધીનાં ગુણસ્થાનક અલ્પકાળવર્તી છે એટલે ઉપદેશક પ્રવૃત્તિ તેમાં ન સંભવે. માર્ગઉપદેશક પ્રવૃત્તિ છટ્ટથી શરૂ થાય.
છèગુણ સ્થાનકે સંપૂર્ણ વિતરાગ દશા અને કેવળજ્ઞાન નથી. તે તો તેરમે છે, અને યથાવત્ માર્ગ ઉપદેશકપણું તેરમે ગુણસ્થાને વર્તતાં સંપૂર્ણ વીતરાગ અને કેવલ્યસંપન્ન પરમ સદગુરુ શ્રી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org