________________
૨૧ ૨
શિક્ષામૃત વિના તે મહાત્મા પ્રત્યે દઢાશ્રય થતો નથી. જ્યાં સુધી આશ્રય દઢ ન થાય ત્યાં સુધી ઉપદેશ પરિણામ પામતો નથી. ઉપદેશ પરિણમ્યા વિના સમ્યગ્દર્શનનો યોગ બનતો નથી. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વિના જન્માદિ દુઃખની આત્યંતિક નિવૃત્તિ બનવા યોગ્ય નથી. તેવા મહાત્મા પુરુષોનો યોગ તો દુર્લભ છે, તેમાં સંશય નથી. પણ આત્માર્થી જીવોનો યોગ બનવો પણ કઠણ છે. તો પણ ક્વચિત્ ક્વચિત્ તે યોગ વર્તમાનમાં બનવા યોગ્ય છે. સત્સમાગમ અને સાસ્ત્રનો પરિચય કર્તવ્ય છે.
બે વિરોધી હોય તે કંધ જેમ કે સુખદુઃખ, જન્મમરણ અને એવા દ્વથી રહિતપણું એટલે નિર્વાણું.
૮૧૯
ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષ પાટણ સુલભ જ છે. વિષય કષાયાદિ વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાનને પોતાનું નિર્વીર્યપણું જોઈને ઘણો જ ખેદ થાય છે, અને આત્માને વારંવાર નિંદે છે, ફરી ફરીને તિરસ્કારની વૃત્તિથી જોઈ, ફરી મહત્ પુરુષનાં ચરિત્ર અને વાક્યનું અવલંબન ગ્રહણ કરી, આત્માને શૌર્ય ઉપજાવી, તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હઠાવે છે ત્યાં સુધી નીચે મને બેસતા નથી, તેમ એકલો ખેદ કરીને અટકી રહેતા નથી. એ જ વૃત્તિનું અવલંબન આત્માર્થી જીવોએ લીધું છે. અને તેથી જ અંતે જયપામ્યા છે. આ વાત સર્વ મુમુક્ષુઓએ મુખે કરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય છે.
નિર્વીર્યપણું એટલે શક્તિ રહિતતા, મંદપણું.
૮૨૫ આત્મસ્વભાવની નિર્મળતા થવાને માટે મુમુક્ષુ જીવે બે સાધન અવશ્ય કરીને સેવવા યોગ્ય છે, સત્કૃત અને સત્સમાગમ. પ્રત્યક્ષ સપુરુષોનો સમાગમ ક્વચિત્ ક્વચિત્ જીવને પ્રાપ્ત થાય છે, પણ જો જીવ સદ્દષ્ટિવાન હોય તો સત્કૃતના ઘણા કાળના સેવનથી થતો લાભ પ્રત્યક્ષ સન્દુરુષના સમાગમથી બહુ અલ્પકાળમાં પ્રાપ્ત કરી શકે છે; કેમ કે પ્રત્યક્ષ ગુણાતિશયવાન નિર્મળ ચેતનના પ્રભાવવાળાં વચન અને વૃત્તિ ક્રિયાયેષ્ટિતપણું છે. જીવને તેવો સમાગમયોગ પ્રાપ્ત થાય એવું વિશેષ પ્રયત્ન કર્તવ્ય છે. તેવા યોગના અભાવે સતનો પરિચય અવશ્ય કરીને કરવા યોગ્ય છે. શાંતરસનું જેમાં મુખ્યપણું છે, શાંતરસના હેતુએ જેનો સમસ્ત ઉપદેશ છે, સર્વે રસ શાંતરસગર્ભિત જેમાં વર્ણવ્યા છે, એવા શાસ્ત્રનો પરિચય તે સત્કૃતનો પરિચય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org