________________
૨૦૪
શિક્ષામૃત એક સ્વભાવ સિવાય બધા ભાવથી આત્મા રહિત છે. સોભાગભાઈને બે ફાટ તો થઈ ગઈ હતી. આત્માનો સાક્ષાત્કાર થઈ ગયો હતો. અંબાલાલભાઈ આવ્યા તો કહે કે :
અંબાલાલભાઈ તમે મોડા પડ્યા.” સોભાગભાઈને કૃપાળુદેવે આજ્ઞા લખી હતી કે તમે અંબાલાલભાઈને જ્ઞાન આપજો. એટલે એમ કહ્યું કે તમે મોડા પડ્યા અને છેલ્લી અવસ્થામાં અંબાલાલભાઈ કાંઈ ધૂન કરવામાં અથવા કાંઈ સમજવાનું કહે તો તેમને કહે કે એ બધું મૂકી દો. હું મારા સ્વરૂપમાં જ છું. મને એથી ખલેલ થાય છે.
બીજા સર્વ દ્રવ્યથી અસંગપણું, ક્ષેત્રથી અસંગપણું, કાળથી અસંગપણું અને ભાવથી અસંગપણું સર્વથા જેને વર્તે છે તે “મુક્ત” છે.
પાંચે દ્રવ્યથી અસંગપણું, શરીરી ભાવ નહીં, પુદ્ગલ ભાવ નહીં, મોહવાળો ભાવ નહીં પણ આત્મભાવમાં જ રહેવું. આમ જેને વર્તે છે તે મુક્ત છે.
અટળ અનુભવસ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જુદો ભાસવો ત્યાંથી મુક્તદશા વર્તે છે. તે પુરુષ મન થાય છે, તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ નિર્વિકલ્પ થાય છે અને તે પુરુષ મુક્ત થાય છે.
જેણે ત્રણે કાળને વિષે દેહાદિથી પોતાનો કંઈ પણ સંબંધ નહોતો એવી અસંગદશા ઉત્પન્ન કરી તે ભગવાનરૂપ સપુરુષોને નમસ્કાર છે. તિથિ આદિનો વિકલ્પ છોડી નિજ વિચારમાં વર્તવું એ જ કર્તવ્ય છે.
.. - શુદ્ધ સહજ આત્મસ્વરૂપ એમણે એમ લખ્યું કે “જેઠ વદ નોમને દિવસે મારું મૃત્યુ થશે એટલે કૃપાળુદેવ લખે છે કે તિથિ આદિનો વિકલ્પ છોડી દો. કઈ તિથિએ મરણ થશે એ વિકલ્પ છોડી દો. માત્ર પોતાના સ્વભાવમાં જ વર્તવું.
પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ પૂ. શ્રી સૌભાગ્યભાઈને સમાધિ મરણમાં દઢતા રહે, તેમાં કોઈ કચાશ ન રહી જાય તે અર્થે પત્રાંક ૭૭૯, ૭૮૦, ૭૮૧ તેઓશ્રીના ઉપર છેલ્લી અવસ્થામાં લખી મોકલ્યા છે. જે પત્રોથી આપણું સમાધિમરણ થાય તેવી વાતો તેમાં છે. તો સાધકોએ અચૂક આ પત્રોનું મનન, ચિંતન, નિદિધ્યાસન વારંવાર કરવું જોઈએ. જેથી આત્મા અને દેહ સ્પષ્ટપણે જુદા પાડીને અનંતવારના અસમાધિમરણને ટાળી સમાધિ મરણ પ્રાપ્ત થઈ શકે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org