________________
શિક્ષામૃત
૨૦૨
કે શ્રી સૌભાગ્યભાઈનો દેહ પડી જવાનો છે. શ્રી સૌભાગ્યભાઈને પણ ખબર છે. એમને લખી નાખ્યું છે કે આ વદ નોમે મારું મૃત્યુ છે. બન્નેને ખબર છે. ત્યાર પછી એમનો દેહ છૂટી ગયો ત્યાં સુધી જેટલા કાગળ કૃપાળુદેવે લખ્યા છે એ યથાર્થ સમજાય તો આત્માનું સમાધિ મરણ થાય જ .
અનુભવ ઉત્સાહ દશા
જ્યારે આત્માનો અનુભવ થાય ત્યારે એને ઉત્સાહ એવો હોય કે જો એકલો હોય તો એને નાચવાનું મન થાય.
ન
જેસો નિરભેદરૂપ, નિહચે અતીત હતો, તેસૌ નિરભેદ અબ, ભેદકો ન ગહેગો ! દીસે કર્મરહિત સહિત સુખ સમાધાન, પાયો નિજથાન ફિર બાહરિ ન બહૈગો;
ભેદજ્ઞાનથી આત્મા એટલે જ્ઞાનધારા અને શરીર એટલે કર્મધારા એ જુદાં કર્યાં છે. એક વખતે જે એકમેક હતો, એ હવે એમાંથી જુદો થયો એટલે એ ભેદનું ગ્રહણ કરશે નહીં. ભેદ પડ્યો છે તે ભેદ જ રહેશે. કર્મરહિત હળવો ફૂલ જેવો થઈ ગયો છે. એને આત્માના સ્વભાવનું સુખ છે. પોતાનું સ્થાન અંદર પ્રાપ્ત કરી લીધું, આત્મા પ્રતીત કરી લીધો પછી એ મૂરખ હોય તો બહાર નીકળે ને !
કબહૂં કદાપિ અપનો સુભાવ ત્યાગિ કરિ, રાગ રસ રાચિકેં ન પરવસ્તુ ગહેગો; અમલાન જ્ઞાન વિદ્યમાન પરગટ ભયો, યાહિ ભાંતિ આગમ અનંતકાલ રહેગૌ.
હવે કદાપિ પોતાનો સ્વભાવ છોડીને રાગમાં રાચવાનું, રસમાં રાચવાનું નહીં કરે. હવે સ્વભાવ પ્રાપ્ત થયો તેથી પરવસ્તુને ગ્રહણ કરશે નહીં. એને ક૨વાની ઇચ્છા જ ન થાય. અમલાન એટલે પવિત્ર, વિદ્યમાન અત્યારે પ્રગટ થયો, જ્ઞાન પ્રગટ્યું એટલે આત્માનો સાક્ષાત્કાર થયો. એ ક્યાં સુધી આવી રીતે રહેશે ? પોતાના ભગવાન આત્માના સ્વરૂપમાં ક્યાં સુધી રહેશે ? અનંતકાળ સુધી રહેશે હવે એ પોતાના સ્વભાવને છોડે નહીં. એમાં જ રહેવાનું છે.
સ્થિતિ દશા
એક પરિનામકે ન કરતા દરવ દોઈ, દોઈ પરિનામ એક દર્વ ન ધરતું હૈ; એક કરતૂતિ દોઈ દર્વ કબહૂ ન કરે, દોઈ કરતુતિ એક દર્વ ન કરતું હૈ;
બે દ્રવ્યોને એક પરિણતિ નથી. બે દ્રવ્યો એટલે આત્મા અને આ શરીર. આત્મા એટલે ચેતન અને શરીર એટલે જડ એ બેની એક પરિણતિ ન થાય એ દ્રવ્ય બે પરિણામ ન કરે. ચેતન પરિણામ અને જડ પરિણામ એ બે પરિણામ એક દ્રવ્ય કરે નહીં. એક કાર્ય બન્ને જડ અને ચેતન ન કરે. એક દ્રવ્ય એટલે એકલું ચેતન એ જડનું અને ચેતનનું એમ બે કાર્ય ન કરે. એમ એકલું જડ એ ચેતન અને જડ એમ બે નું કાર્ય ન કરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org