________________
શ્રી વચનામૃતજી
૨૦૯ પ્રત્યેના સંસારી વડીલપણાનો ખેદ વિસ્મરણ કરી, તેમણે તમારા સર્વે પ્રત્યે જે પરમ ઉપકાર કર્યો હોય તથા તેમના ગુણોનું જે જે અદ્ભુતપણે તમને ભાસ્યું હોય તેને વારંવાર સંભારી, તેવા પુરુષનો વિયોગ થયો તેનો અંતરમાં ખેદ રાખી તેમણે આરાધવા યોગ્ય જે જે વચનો અને ગુણો કહ્યાં હોય તેનું સ્મરણ આપી તેમાં આત્માને પ્રેરવો, એમ તમો સર્વ પ્રત્યે વિનંતી છે. સમાગમમાં આવેલાં મુમુક્ષુઓને શ્રી સોભાગનું સ્મરણ સહેજે ઘણા વખત સુધી રહેવા યોગ્ય છે.
મોહે કરીને જે સમયે ખેદ થાય તે સમયે પણ તેમના ગુણોનું અભુતપણું સ્મરણમાં આણી મોહથી થતો ખેદ શમાવીને ગુણોના અભુતપણાનો વિરહ થયો તે પ્રકારમાં તે ખેદ પ્રવર્તાવવો યોગ્ય છે.
આ ક્ષેત્રે આ કાળમાં શ્રી સોભાગ જેવા વિરલા પુરુષ મળે એમ અમને વારંવાર ભાસે છે.
ધીરજથી સર્વેએ ખેદ શમાવવો, અને તેમના અદ્ભુત ગુણોનો અને ઉપકારી વચનોનો આશ્રય કરવા યોગ્ય છે. શ્રી સોભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી.
સંસારનું સ્વરૂપ સ્પષ્ટ જેણે જાણ્યું છે તેને તે સંસારના પદાર્થની પ્રાપ્તિથી કે અપ્રાપ્તિથી હર્ષ શોક થવા યોગ્ય નથી, તો પણ એમ જણાય છે કે પુરુષના સમાગમની પ્રાપ્તિથી કંઈ પણ હર્ષ અને તેમના વિયોગથી કંઈ પણ ખેદ અમુક ગુણસ્થાનક સુધી તેમને પણ થવા યોગ્ય છે:
“આત્મસિદ્ધિ ગ્રંથ તમારી પાસે રાખશો. ત્રંબક અને મણિને વિચારવાની ઇચ્છા હોય તો વિચારશો; પણ તે પહેલાં કેટલાંક વચનો અને સગ્રંથો વિચારવાનું બનશે તો આત્મસિદ્ધિ બળવાન ઉપકારનો હેતુ થશે, એમ લાગે છે.
શ્રી સોભાગની સરળતા, પરમાર્થ સંબંધી નિશ્ચય, મુમુક્ષુ પ્રત્યે ઉપકારતા આદિ ગુણો વારંવાર વિચારવા યોગ્ય છે.
શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૭૮૩
શ્રી સોભાગને નમસ્કાર
શ્રી સોભાગની મુમુક્ષુ દશા તથા જ્ઞાનીના માર્ગ પ્રત્યેનો તેનો અદ્ભુત નિશ્ચય વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે છે. સર્વ જીવ સુખને ઇચ્છે છે, પણ કોઈ વિરલા પુરુષ તે સુખનું યથાર્થ સ્વરૂપ જાણે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org