________________
શિક્ષામૃત સપુરુષના વચનને ગ્રહણ કરશે તે સત્યને પામશે એમાં કંઈ સંશય નથી, અને શરીર નિર્વાહાદિ વ્યવહાર સૌ સૌના પ્રારબ્ધ પ્રમાણે પ્રાપ્ત થવા યોગ્ય છે, એટલે તે વિશે પણ કંઈ વિકલ્પ રાખવા યોગ્ય નથી. જે વિકલ્પ તમે ઘણું કરીને સમાવ્યો છે, તો પણ નિશ્ચયના બળવાનપણાને અર્થે દર્શાવ્યું છે.
તમે છેવટે પણ એમાં દઢ રહો એટલા માટે દર્શાવ્યું છે.
સર્વ જીવ પ્રત્યે, સર્વ ભાવ પ્રત્યે અખંડ એકરસ વીતરાગ દશા રાખવી એ જ સર્વ જ્ઞાનનું ફળ છે.
ત્યારે આત્મા કેવો છે ?
આત્મા શુદ્ધચૈતન્ય, જન્મજરામરણરહિત અસંગ સ્વરૂપ છે; એમાં સર્વ જ્ઞાન સમાય છે; તેની પ્રતીતિમાં સર્વ સમ્યગદર્શન સમાય છે; આત્માને અસંગ સ્વરૂપે સ્વભાવ દશા રહે તે સમ્યફચારિત્ર; ઉત્કૃષ્ટ સંયમ અને વીતરાગદશા છે. જેના સંપૂર્ણપણાનું ફળ સર્વ દુઃખનો ક્ષય છે. એ કેવળ નિઃસંદેહ છે; કેવળ નિઃસંદેહ છે. એ જ વિનંતિ.
૭૮૨ પરમ પૂજ્ય સૌભાગભાઈનો દેહોત્સર્ગ થયો ત્યારે એમના કુટુંબ ઉપર કૃપાળુદેવે જે દિલાસાનો પત્ર લખ્યો છે તે આ છે :
જેઠ વદ-૧૦ના દિવસે સૌભાગભાઈનો દેહ છૂટી ગયો. કૃપાળુદેવે પોતે જેઠ વદ-૧૨ના દિવસે મુંબઈથી ત્રંબક, મણિને આ પત્ર લખ્યો છે.
આર્ય શ્રી સોભાગે જેઠ વદ-૧૦ ગુરુવારે સવારે દશ ને પચાસ મિનિટે દેહ મૂક્યાના સમાચાર વાંચી ઘણો ખેદ થયો છે. જેમ જેમ તેમના અભુત ગુણો પ્રત્યે દૃષ્ટિ જાય છે, તેમ તેમ અધિક અધિક ખેદ થાય છે.
જીવને દેહનો સંબંધ એ જ રીતે છે. તેમ છતાં પણ અનાદિથી તે દેહને ત્યાગતાં જીવ ખેદ પામ્યા કરે છે, અને તેમાં દઢ મોહથી એકપણાની પેઠે વર્તે છે; જન્મમરણાદિ સંસારનું મુખ્ય બીજ એ જ છે. શ્રી સોભાગે તેવા દેહને ત્યાગતાં મોટા મુનિઓને દુર્લભ એવી નિશ્ચલ અસંગતાથી નિજ ઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે, એમાં સંશય નથી.
વડીલપણાથી તથા તેમના તમારા પ્રત્યે ઘણા ઉપકાર હોવાથી, તેમ જ તેમના ગુણોના અદ્ભુતપણાથી તેમનો વિયોગ તમને વધારે ખેદકારક થયો છે, અને થવા યોગ્ય છે. તેમનો તમારા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org