________________
૨૦૬
શિક્ષામૃત
કંઈપણ મન, વચન, કાયાના યોગથી અપરાધ થયો હોય, જાણતાં અથવા અજાણતાં તે સર્વ વિનયપૂર્વક ખમાવું છું, ઘણા નમ્રભાવથી ખમાવું છું.
આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત્ માત્ર વેષ ન રહે. સર્વત્ર સમદશા વર્તે. એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. એ જ વિનંતિ.
શ્રી રાયચંદના નમસ્કાર પ્રાપ્ત થાય.
૭૮૧
પરમપુરુષદશાવર્ણન મહાત્મા પુરુષોની દશા કેવી હોય એનું વર્ણન આ પત્રમાં છે. કેવું લખ્યું છે ? આપણને આવું થાય ?
કચસૌ કનક જાકે, નીચ સો નરેસપદ, મીચસી મિતાઈ, ગરુવાઈ જાકે ગારસી; જહરસી જોગ જાતિ, કરસી કરામાતિ, હહરસી હોસ, પુલછબિ છારસી; જલસો જગબિલાસ, ભાલસો ભુવનવાસ, કાલસો કુટુંબ કાજ, લોકલાજ લારસી; સીઠસી સુજસુ જાને, બીઠસો બખત માને, એસી જાકી રીતિ તાહી, બંદત બનારસી.'
જે કંચનને કાદવ સરખું જાણે છે, આપણે સોનાની લગડીઓ અહીં પડી હોય તો કાદવ કે ધૂળ સમાન માનીએ ? રાજગાદીને નીચપદ સરખી જાણે છે, કોઈથી સ્નેહ કરવો તેને મરણ સમાન જાણે છે. એ સ્નેહ એટલે મોહ સહિત પ્રેમ, નિર્દોષ પ્રેમની વાત જુદી છે. મોહાસકિતથી બીજામાં જે ચિત્ત ચોંટી રહે તે સ્નેહને જ્ઞાની મરણ સમાન જાણે છે, ગણે છે.
મોટાઈને લીંપવાની ગાર જેવી જાણે છે. કીમિયા વગેરે જોગને ઝેર સમાન જાણે છે.
સંઘના પ્રમુખ થયા એ મોટાઈ કહેવાય. સમાજમાં મોટા ગણાય તો એને લીંપવાની ગાર જેવી જાણે છે. ચમત્કાર દેખીને એવા મહાત્માઓને મળવા જનારા માણસો ઘણા છે. તો કહે છે. કે એવા જોગને તેઓ ઝેર સમાન જાણે છે.
સિદ્ધિ વગેરે ઐશ્વર્યને અશાતા સમાન જાણે છે.
સિદ્ધિ ચમત્કાર હોય પણ એની મહત્તા એનામાં ન હોય. એના સામું પણ જોવાનું ન હોય. એ કહે છે કે ભાઈ જો એમાં પડ્યા, એવા ઐશ્વર્યમાં તો અશાતા એટલે રોગ ઉત્પન્ન થયો હોય એમ જાણો.
જગતમાં પૂજ્યતા થવા આદિની હોંસને અનર્થ સમાન જાણે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org