________________
૧૯૮
શિક્ષામૃત
જ્ઞાન અરૂપી છે. કારણ કે એ આત્માનું સ્વરૂપ છે. જ્ઞાન વિપરીતપણે જાણવાનું કાર્ય કરે છે એટલે ઊંધું સમજે છે. આ શરીર એટલે હું એમ જ તે માને છે. સવારે ઊઠીએ ત્યારથી રાત્રે સૂઈએ ત્યાં સુધી આ શરીર એટલે હું એમ જ માનીએ છીએ અને હું કોણ છું એની કાંઈ ખબર નથી હોતી. અજ્ઞાન જડ નથી. અજ્ઞાન એટલે અસમ્યકજ્ઞાન અને જ્ઞાન એટલે સમ્યકજ્ઞાન. અસમ્યકજ્ઞાન એટલે ઊંધુ જ્ઞાન એટલે દિશાભ્રમ. પૂર્વ દિશાતરફ ચાલીએ તો અમુક ગામ આવે એને બદલે પશ્ચિમ દિશામાં ચાલવા માંડે તો ગામ આવે ? ન આવે. એવો જ ભ્રમ જીવને થાય છે કે આ શરીર એટલે હું, એ અજ્ઞાન છે. શરીર એ હું નથી, તો હું કોણ છું ? એ શોધી કાઢવું જોઈએ. આ શરીર જન્મે છે અને મરણ પામે છે. આપણા હાથે કેટલાયને વળોટાવ્યા છે. એમ આપણે પણ જવાનું છે. કોઈને કાયમ રહેવાનું નથી. ક્યારે જવાનું છે એ ખબર નથી. પણ મનુષ્યભવ મળ્યો છે. એમાં જો પોતાને ઓળખવાનું કામ, હું કોણ છું ? એ ગોતવાનું કામ નહીં કરી લઈએ તો પછી થઈ રહ્યું. આપણો મનુષ્યભવ નકામો ગયો સમજવો.
જ્ઞાનનું બીજું નામ અજ્ઞાન હોય તો જેમ જ્ઞાનથી મોક્ષ થાય એમ કહ્યું છે, તેમ અજ્ઞાનથી પણ મોક્ષ થવો જોઈએ; તેમજ મુક્ત જીવમાં પણ જ્ઞાન કહ્યું છે; તેમ અજ્ઞાન પણ કહેવું જોઈએ, એમ આશંકા કરી છે, તેનું આ પ્રમાણે સમાધાન છે -
આંટી પડવાથી ગૂંચાયેલું સૂત્ર અને આંટી નીકળી જવાથી વગર ગૂંચાયેલું સૂત્ર એ બન્ને સૂત્ર જ છે; છતાં આંટીની અપેક્ષાથી ગૂંચાયેલું સૂત્ર અને વગર ગૂંચાયેલું સૂત્ર એમ કહેવાય છે, તેમ મિથ્યાત્વજ્ઞાન' તે “અજ્ઞાન અને સમ્યજ્ઞાન તે “જ્ઞાન” એમ પરિભાષા કરી છે, પણ મિથ્યાત્વજ્ઞાન તે જડ અને સમ્યગ્રજ્ઞાન તે ચેતન એમ નથી. જેમ આંટીવાળું સૂત્ર અને આંટી વગરનું સૂત્ર બન્ને સૂત્ર જ છે, તેમ મિથ્યાત્વજ્ઞાનથી સંસાર પરિભ્રમણ થાય અને સમ્યજ્ઞાનથી મોક્ષ થાય. જેમ અત્રેથી પૂર્વ દિશા તરફ દશ ગાઉ ઉપર એક ગામ છે, ત્યાં જવાને અર્થે નીકળેલો માણસ દિશાભ્રમથી પૂર્વને બદલે પશ્ચિમ તરફ ચાલ્યો જાય, તો તે પૂર્વ દિશાવાળું ગામ પ્રાપ્ત ન થાય, પણ તેથી તેણે ચાલવા રૂ૫ ક્રિયા કરી નથી એમ કહી ન શકાય; તેમ જ દેહ અને આત્મા જુદા છતાં દેહ અને આત્મા એક જાણ્યા છે તે જીવ દેહબુદ્ધિએ કરી સંસાર પરિભ્રમણ કરે છે, પણ તેથી તેણે જાણવારૂપ કાર્ય કર્યું નથી એમ કહી ન શકાય. પૂર્વથી પશ્ચિમમાં ચાલ્યો છે, એ પૂર્વને પશ્ચિમ માનવા રૂપ જે ભ્રમ છે, તેમ દેહ અને આત્મા જુદા છતાં બેયને એક માનવારૂપ ભ્રમ છે; પણ પશ્ચિમમાં જતાં, ચાલતાં જેમ ચાલવારૂપ સ્વભાવ છે, તેમ દેહ અને આત્માને એક માનવામાં પણ જાણવારૂપ સ્વભાવ છે. જેમ પૂર્વને બદલે પશ્ચિમને પૂર્વ માનેલ છે, તે ભ્રમ તથારૂપ હેતુ સામગ્રી મળે સમજાવાથી પૂર્વ પૂર્વ જ સમજાય છે અને પશ્ચિમ પશ્ચિમ જ સમજાય છે, ત્યારે તે ભ્રમ ટળી જાય છે, અને પૂર્વ તરફ ચાલવા લાગે છે, તેમ દેહ અને આત્મા એક માનેલ છે, તે સદ્ગુરુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org