________________
૧૯૪
શિક્ષામૃત
હે સખી ! બીજા તીર્થકર એવા શ્રી અજિતનાથ ભગવાને પૂર્ણ લીનતાનો માર્ગ દર્શાવ્યો છે તે, અર્થાત્ જે સમ્યક ચરણરૂપ માર્ગ પ્રકાશ્યો છે તે, જોઉં છું, તો અજિત એટલે મારા જેવા નિર્બળ વૃત્તિના મુમુક્ષુથી જીતી ન શકાય એવો છે. ભગવાનનું અજિત એવું નામ છે તે તો સત્ય છે, કેમકે મોટા મોટા પરાક્રમી પુરુષો કહેવાય છે તેનાથી પણ જે ગુણના ધામરૂપ પંથનો જય થયો નથી, તે ભગવાને જય કર્યો હોવાથી ભગવાનનું તો અજિત નામ સાર્થક જ છે, અને અનંત ગુણના ધામરૂપ તે માર્ગને જીતવાથી ભગવાનનું ગુણધામપણું સિદ્ધ છે. હે સખી ! પણ મારું નામ પુરુષ કહેવાય છે, તે સત્ય નથી. ભગવાનનું નામ અજિત છે. જેમ તે ત૫ ગુણને લીધે છે તેમ મારું નામ પુરુષ તદ્રુ૫ ગુણને લીધે નથી. કેમકે પુરુષ તો તેનું નામ કહેવાય કે જે પુરુષાર્થસહિત હોય, સ્વપરાક્રમ સહિત હોય, પણ હું તો તેમ નથી. માટે ભગવાનને કહું છું કે હે ભગવાન! તમારું નામ અજિત તે તો સાચું છે; પણ મારું નામ પુરુષ તે તો ખોટું છે. કેમકે રાગ, દ્વેષ, અજ્ઞાન, ક્રોધ, માન, માયા, લોભ આદિ દોષનો તમે જય કર્યો તેથી તમે અજિત કહેવાવા યોગ્ય છો, પણ તે જ દોષોએ મને જીતી લીધો છે, માટે મારું નામ પુરુષ શેનું કહેવાય? ૧
સખી ! તે માર્ગ પામવાને માટે દિવ્ય નેત્ર જોઈએ. ચર્મ નેત્રે કરીને જોતાં તો સમસ્ત સંસાર ભૂલ્યો છે. તે પરમ તત્ત્વનો વિચાર થવાને માટે જે દિવ્ય નેત્ર જોઈએ તે દિવ્ય નેત્રનો, નિશ્ચય કરીને વર્તમાનકાળમાં વિયોગ થઈ પડ્યો છે.
છે સખિ ! તે અજિત ભગવાને અજિત થવાને અર્થે લીધેલો માર્ગ કંઈ આ ચર્મચક્ષુથી દેખાય નહીં. કેમકે તે માર્ગ દિવ્ય છે, અને અંતરાત્મદષ્ટિથી જ અવલોકન કરી શકાય એવો છે. જેમ એક ગામથી બીજે ગામ જવાને પૃથ્વીતળ પર સડક વગેરે માર્ગ હોય છે, તેમ આ માર્ગ કંઈ એક ગામથી બીજે ગામ જવાના માર્ગની પેઠે બાહ્ય માર્ગ નથી, અથવા ચર્મચક્ષુએ જોતાં તે જણાય એવો નથી, ચર્મચક્ષુથી કંઈ તે અતીન્દ્રિય માર્ગ ન દેખાય. ૨
૭૫૫
तहा रुवाणं समणाणं
(ભગવતીસૂત્ર) તે શ્રમણ મહાત્માઓનાં પ્રવૃત્તિ લક્ષણ પરમપુરુષે આ પ્રમાણે કહ્યાં છે. हिंसा रहिए धम्मे ! अट्ठारस दोस विवज्जिए देवे,
निग्गंथे पवयणे ! सदहणं होई सम्मत्तं. १
(મોક્ષ પ્રાકૃત શ્રી કુંદકુંદાચાર્ય)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org