________________
શ્રી વચનામૃતજી
૧૯૫ હિંસા રહિત ધર્મ - અહિંસામય ધર્મ તે સધર્મ. અઢાર દોષ રહિત વીતરાગ દેવ તે સદેવ. પવિત્ર નિગ્રંથ એ સદ્ગુરુ એની સહણા તે સમ્યકત્વ.
૭૫૫
આ જગતને વિશે પ્રાણીમાત્રની વ્યક્તિ અથવા અવ્યક્ત ઇચ્છા પણ એ જ છે કે, કોઈપણ પ્રકારે મને દુઃખ ન હો, અને સર્વથા સુખ હો. પ્રયત્ન પણ એ જ અર્થે છતાં તે દુઃખ શા માટે મટતું નથી ? એવો પ્રશ્ન ઘણા ઘણા વિચારવાનોને પણ ભૂતકાળ ઉત્પન્ન થયો હતો, વર્તમાનકાળે પણ થાય છે, અને ભવિષ્યકાળે પણ થશે. તે અનંત અનંત વિચારવાનોમાંથી અનંત વિચારવાનો તેના યથાર્થ સમાધાનને પામ્યા, અને દુઃખથી મુક્ત થયા. વર્તમાનકાળે પણ જે જે વિચારવાનો યથાર્થ સમાધાન પામે છે, તે પણ તથારૂપ ફળને પામે છે, અને ભવિષ્યકાળે પણ જે જે વિચારવાનો યથાર્થ સમાધાન પામશે, તે તે તથારૂપ ફળને પામશે એમાં સંશય નથી.
જે ઉપાયો દર્શાવ્યા તે સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યફચારિત્ર અથવા તે ત્રણેનું એક નામ સમ્યક્રમોક્ષ.”
યદ્યપિ તેવા મહાત્માપુરુષનો ક્વચિત યોગ બને છે. તો પણ શુદ્ધ વૃત્તિમાન મુમુક્ષુ હોય તો તે અપૂર્વ ગુણને તેવા મુહૂર્ત માત્રના સમાગમમાં પ્રાપ્ત કરી શકે છે. જેવા મહાત્મા પુરુષના વચનપ્રતાપથી મુહૂર્તમાત્રમાં ચક્રવર્તીઓ પોતાનું રાજપાટ છોડી ભયંકર વનમાં તપશ્ચર્યા કરવાને ચાલી નીકળતા હતા, તેવા મહાત્માપુરુષના યોગથી અપૂર્વ ગુણ કેમ પ્રાપ્ત ન થાય ?
૭૫૭
શ્રીમાન વર્ધમાનજિન વર્તમાન કાળના ચરમ તીર્થંકરદેવની શિક્ષાથી હાલ મોક્ષમાર્ગનું અસ્તિત્વ વર્તે છે એ તેમના ઉપકારને સુવિહિત પુરુષો વારંવાર આશ્ચર્યમય દેખે છે.
એક તૂમડા જેવી, દોરા જેવી અલ્પમાં અલ્પ વસ્તુના ગ્રહણ ત્યાગના આગ્રહથી જુદો માર્ગ ઉપજાવી કાઢી વર્તે છે, અને તીર્થનો ભેદ કરે છે, એવા મહામોહમૂઢ જીવ લિંગાભાસપણે પણ આજે વીતરાગના દર્શનને ઘેરી બેઠા છે, એ જ અસંયતિ પૂજા નામનું આશ્ચર્ય લાગે છે.
મહાત્મા પુરુષોની અલ્પ પણ પ્રવૃત્તિ સ્વપરને મોક્ષમાર્ગ સન્મુખ કરવાની છે. લીંગાભાસી જીવો મોક્ષમાર્ગથી પરાક્ષુખ કરવામાં પોતાનું બળ પ્રવર્તતું જાણી હર્ષાયમાન થાય છે, અને તે સર્વ કર્મપ્રકૃતિમાં વધતા અનુભાગ અને સ્થિતિબંધનું સ્થાનક છે એમ હું જાણું છું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org