________________
શ્રી વચનામૃતજી
૧૬૫ છે એવું માન મુખ્યપણે મેળવવાને અર્થે અસદ્ગુરુ સમીપે જઈને પોતે તેના પ્રત્યે પોતાનું વિશેષ દઢપણું જણાવે. ૨૭
પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ થાય ત્યારે દુરાગ્રહ રાખી, તેની વાણીથી અવળી રીતે ચાલે અને પોતાના માનને અસગુરુ પાસે જઈને દઢ બનાવે.
દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન;
માને નિજમત વેષનો, આગ્રહ મુક્તિ નિદાન. ૨૭ દેવ-નારકાદિ ગતિના ‘ભાંગા” આદિનાં સ્વરૂપ કોઈક વિશેષ પરમાર્થ હેતુથી કહ્યાં છે, તે હેતુને જાણ્યો નથી, અને તે ભંગજાળને શ્રુતજ્ઞાન જે સમજે છે, તથા પોતાના મતનો, વેષનો આગ્રહ રાખવામાં જ મુક્તિનો હેતુ માને છે. ૨૭
દેવાદિ ગતિના ભેદો જાણ્યા હોય તેને શ્રુતજ્ઞાન માનવું અને પોતાના મત અને વેષનો જ આગ્રહ અને મુક્તિ આપનાર ગણે તે મતાર્થી કહેવાય.
લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન;
ગ્રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન. ૨૮ વૃત્તિનું સ્વરૂપ શું? તે પણ તે જાણતો નથી, અને હું વ્રતધારી છું' એવું અભિમાન ધારણ કર્યું છે. ક્વચિત્ પરમાર્થના ઉપદેશનો યોગ બને તો પણ લોકોમાં પોતાનું માન અને પૂજા સત્કારાદિ જતાં રહેશે, અથવા તે માનાદિ પછી પ્રાપ્ત નહીં થાય એમ જાણીને તે પરમાર્થને ગ્રહણ કરે નહીં. ૨૮
અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંય;
લોપે સદ્ વ્યવહારને, સાધન રહિત થાય. ૨૯ અથવા “સમયસાર’ કે ‘યોગવાસિષ્ઠ' જેવા ગ્રંથ વાંચી તે માત્ર નિશ્ચયનયને ગ્રહણ કરે, કેવી રીતે ગ્રહણ કરે ? માત્ર કહેવા રૂપે; અંતરંગમાં તથારૂપ ગુણની કશી સ્પર્શના નહીં, અને સદગુરુ-સાસ્ત્ર તથા વેરાગ્ય, વિવેકાદિ સાચા વ્યવહારને લોપે, તેમજ પોતાને જ્ઞાની માની લઈને સાધન રહિત વર્તે. ૨૯
જ્ઞાનદશા પામે નહિ, સાધન દશા ન કાંઈ;
પામે તેનો સંગ છે, તે બૂડે ભવ માંહી. ૩૦ તે જ્ઞાનદશા પામે નહીં, તેમ વૈરાગ્યાદિ સાધન દશા પણ તેને નથી, જેથી તેવા જીવનો સંગ બીજા જે જીવને થાય તે પણ ભવસાગરમાં ડૂબે. ૩૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org