________________
શ્રી વચનામૃતજી
૧૭૯
જે, દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જ !” એટલે જેને આત્મસાક્ષાત્કાર થયો છે, જેનો દર્શન મોહ ગયો છે અને ચારિત્રમોહ સામે લડવાનું સમ્યક્તનું બખ્તર મળે છે. જેમ સૈનિક લડાઈમાં જાય ત્યારે બખ્તર પહેરે છે જેથી પોતાના શરીરને રક્ષણ મળે, “એકાકી વિચરતો વળી સ્મશાનમાં” એવી સ્થિતિમાં એ આવે તો પણ તે હારે નહીં.
|| ૐ || અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ? ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો? સર્વ સંબંધનું બંધન તીર્ણ છેદીને, વિચરશું કવ મહપુરુષને પંથ જો ? અપૂર્વ ૧
હે ભગવાન ! આવો અપૂર્વ અવસર મારા જીવનમાં ક્યારે આવશે કે જ્યારે હું બાહ્યથી તેમજ આત્યંતરથી નિગ્રંથ-ગ્રંથિરહિત થઈશ ? બાહ્ય ગ્રંથિનો ત્યાગ એટલે આ શરીર, આ કુટુંબ, મિલકત વગેરે એનો મોહ છોડી દેવાનો અને આત્યંતર ગ્રંથિ છેદાય એટલે દર્શનમોહ જાય. સાતકર્મની પ્રકૃતિ એટલે ચાર અનંતાનુબંધી કષાય-ક્રોધ, માન, માયા અને લોભ તથા મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમકિત મોહનીય એ સાતની ગ્રંથિ છેદવાની છે. કૃપાળુદેવ કહે છે કે આ આત્મા ગ્રંથિ ભેદ સુધી ઘણી ફેરે આવ્યો છે, પણ નિર્બળ થઈને પાછા ચાલ્યા જવું પડ્યું છે, કારણ કે ત્યાં એનું જોર ચાલ્યું નહીં. તો નિગ્રંથ થવાનો આવો વખત ક્યારે આવશે ? તે તીક્ષ્ણપણે છેદીને એટલે થોડું થોડું નહીં, પણ તીવ્રપણે છેદીને. વળી સર્વ સંબંધો છોડવા ઉપર ભાર છે, એમ નહીં કે ૧00 સાથે સંબંધ હતા એમાં ૯૦ સંબંધો છોડ્યા અને દસ સાચવી રાખ્યા છે. અહીં તે બધા સંબંધો છોડવા જરૂરી છે. જે માર્ગે શ્રી અરિહંત ભગવાન ગયા છે, મહાત્મા પુરુષો ગયા છે, એ માર્ગે હું ક્યારે જઈશ ? સર્વ ભાવથી ઓદાસીન્યવૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમહેતુ હોય જો; અન્ય કારણે અન્ય કશું કહ્યું નહીં, દેહે પણ કિંચિત્ મૂછ નવ જોય જો. અપૂર્વ ૨ સર્વ ભાવથી એટલે કે શુભ ભાવ, અશુભ ભાવ, ભાવાભાવ એ બધાથી ઉદાસીનવૃત્તિ કરીને, આપણા દેહનો ઉપયોગ એવા એક હેતુથી જ કરવાનો કે ભગવાન ! ક્યારે એવું થશે કે જ્યારે મારો દેહ માત્ર સંયમના જ હેતુએ પ્રવર્તન કરે, એ સિવાય મન, વચન અને કાયાના યોગ બીજી જગ્યાએ વાપરવાના જ નહીં. એ ક્યારે થશે ? કોઈપણ કારણ ઊભું થાય તો દલીલ ખાતર કહેવું કે આમ હતું માટે આમ કરવું પડ્યું એવું કશું કહ્યું નહીં, કાંઈ પણ પોતા પાસે રાખવાનું નહીં અને અંતરંગ ગ્રંથિ પણ છેદવાની. આ દેહ ઉપર “કિંચિત્ મૂછ નવ જોય જો.કિંચિત્ એટલે કાંઈ અલ્પ પણ શરીર ઉપર મૂછ ન રહે. આપણામાં દેહાધ્યાસ કેટલો ભર્યો છે તે જરાક તાવ આવે ત્યારે ખબર પડે. દેહ ઉપર મૂછ, મોહ જરા પણ ન હોવાં જોઈએ. આ દેહ એટલે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org