________________
શ્રી વચનામૃતજી
૧૮ ૩
બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચક્રી તથાપિ ન મળે માન જો; દેહ જાય પણ માયા થાય ન રોમમાં, લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો. અપૂર્વ ૮
બહુ ઉપસર્ગ કર્તા પ્રત્યે પણ ક્રોધ ન કરવો. સંગમ દેવતાએ શ્રી મહાવીર સ્વામી ઉપર કેટલા ઉપસર્ગ કર્યા ? આપણે સાંભળીએ તો છક્ક થઈ જઈએ. આપણને એમ થાય કે આમ કઈ રીતે ટકી શકાય ? પણ ભગવાનને તો એના ઉપર ક્રોધ હોય જ નહીં.
શ્રી મહાવીર સ્વામી ઊભા છે, બાજુમાં શિષ્યો પણ ઊભા હતા ત્યારે ગોશાલકે તેજોવેશ્યા મૂકીને બે શિષ્યોને બાળી નાખ્યા તો પણ શ્રી મહાવીર ભગવાનને કાંઈ ન થયું. તો શું એમનામાં દયા નહીં હોય ? દયા-અનુકંપા તો હતી, સાથે યથાર્થ સમજણ હતી કે આમાં કોના ઉપર અનુકંપા કરું ? જેના દર્શન માત્ર કરવાથી કર્મો ખપી જાય છે, એમની હાજરીમાં ગોશાલકે આ શિષ્યોને મારી નાખ્યા, તો આવા ભયંકર કર્મોથી એ ક્યારે છૂટશે ? એવી અનુકંપા-દયા સંગમ દેવતા ઉપર અને ગોશાલક પ્રત્યે આવી.
ચક્રવર્તીઓ એમના મુગટો મુનિના પગમાં મૂકતા હોય તો પણ ન મળે માન જો, તો પણ એમને કાંઈ અહંવૃત્તિ થાય નહીં કે આહાહા ! મને દેવતાઓ અને નરેન્દ્રો નમે છે. એમાં એમને કાંઈ અહેબુદ્ધિ થાય નહીં.
માયા-કપટભાવ તો બહુ જ ખરાબ છે. એ તો દેહ જાય તો પણ પરવડે નહીં. જો માયાકપટ ન હોય તો પ્રબળ સિદ્ધિ નિદાન પ્રાપ્ત થાય, એટલે પ્રબળ સિદ્ધિઓ પ્રાપ્ત હોય. જેમ ગોરખનાથને હતી. એ પથ્થર પર પેશાબ કરે તો એ પથ્થર સોનું થઈ જાય એવી સિદ્ધિ હતી. તો આ બધા ઊંચા સાધકોને સિદ્ધિ હોય પણ એનો લોભ ન હોય. એનો કોઈ દિવસ ઉપયોગ ન કરે. અને જો ઉપયોગ કરે તો મારગમાંથી પડવાઈ—પતિત થાય. આ માર્ગમાં નીચે પડ્યા, પછી ફરી આગળ વધવાનું સરળ નથી.
નગ્નભાવ, મુંડભાવ સહ અજ્ઞાનતા, અદંતધાવન આદિ પરમ પ્રસિદ્ધ જો; કેશ, રોમ, નખ કે અંગે શૃંગાર નહીં, દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ જો. અપૂર્વ૯
કપડાં ને ઘરેણાં પહેરવાં નહીં તે નગ્નભાવ. મુંડભાવ એટલે કેશ લોચ કરવો, અજ્ઞાનતા છે નહાવું નહીં, અદંતધાવન અર્થાત્ દાંત પણ સાફ કરવા નહીં. આ બધા નિયમો પ્રસિદ્ધ છે તે પાળવા. વાળ, રોમ, નખ કે કોઈ અંગે આભૂષણ-શૃંગાર કરવો, સજવો નહીં. આ સ્થિતિમાંથી બહાર નીકળી જવું. જેને દ્રવ્યથી ને ભાવથી સંયમ હોય, એવા મહાત્માઓ બહારથી નિગ્રંથ અને આત્યંતરથી પણ નિગ્રંથ હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org