________________
શ્રી વચનામૃતજી
૧૮ ૭.
૭૪૩ સકળ સંસારી ઇન્દ્રિયરામી, મુનિગુણ આતમરામી રે; મુખ્યપણે જે આતમરામી, તે કહિયે નિષ્કામી રે.
(શ્રી આનંદઘનજી – શ્રી શ્રેયાંસ જિન સ્તવન) આ સંસારમાં જે જીવો ઇન્દ્રિયોમાં રમણતા કરી રહ્યા છે તે બધા સંસારી છે. આત્મામાં રમણ કરનારા જે જીવો છે તે મુનિ છે. જે મુખ્યપણે આત્મામાં જ રમણ કરનારા છે તે કેવળ સ્પૃહા રહિત થાય છે. મુક્તિ અને સંસાર સરખા ગણાય ત્યારે પૂર્ણકામતા આવે.
૭૪૪
તે માટે ઊભા કર જોડી, જિનવર આગળ કહીએ રે; સમયચરણ સેવા શુદ્ધ દેજો, જેમ આનંદધન લહીએ રે.
(શ્રી આનંદઘનજી - શ્રી નમિનાથ જિન સ્વતન). હે ભગવાન ! તે માટે બે હાથ જોડીને અમે તમો જિનવરને વિનંતી કરીએ છીએ કે સમય એટલે આત્મા પ્રાપ્ત કર્યો છે એવા ગીતાર્થ જ્ઞાનીના ચરણની શુદ્ધ સેવા અમને આપો (પ્રાપ્ત થાઓ) કે જેથી આનંદઘન એટલે મોક્ષનું સુખ અમે પામીએ.
૭૪૬/૭૪૭ ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજ ભાન. જહાં કલ્પના જલ્પના, તહાં માનું દુઃખ છાંઈ; મિટે કલ્પના જલ્પના, તબ વસ્તુ તિન પાઈ, પઢી પાર કહાં પાવનો, મિટે ન મનકો ચાર;
જ્યો કોલુકે બેલકું, ઘરહી કોશ હજાર. કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહુ પાઠ. કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org