________________
શ્રી વચનામૃતજી
૧૮૫
શ્રેણીમાં સમય કેટલો લાગે ? વધારેમાં વધારે એક સામાયિક કરીએ એટલો સમય લાગે. અતિશય શુદ્ધ સ્વભાવ અનન્ય ચિંતન ચાલે. એ ચિંતન એવું કે વચમાં ખંડ ન પડે. શુદ્ધ સ્વભાવમાં જ હોય.
મોહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણમોહ ગુણસ્થાન જો; અંત સમય ત્યાં પૂર્ણસ્વરૂપવીતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવળજ્ઞાનનિધાન જો. અપૂર્વ ૧૪ દર્શનમોહ ચાલ્યો ગયો છે અને ચારિત્ર મોહરૂપી સ્વયંભૂરમણ સમુદ્ર તરી જઈને જ્યાં ક્ષીણમોહ, ગુણસ્થાનક-એટલે બારમું ગુણસ્થાનક હોય ત્યાં આવી પહોંચે. મોહનો ક્ષય થવાથી અંતે સંપૂર્ણ વીતરાગ થઈ પૂર્ણ સ્વરૂપ થઈ જાઉં અને “પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જો” એટલે કે કેવળજ્ઞાન, માત્ર જ્ઞાન પ્રગટે.
ચાર કર્મ ઘનઘાતી તે વ્યવચ્છેદ જ્યાં, ભવનાં બીજતણો આત્યંતિક નાશ જો; સર્વ ભાવ જ્ઞાતા દ્રષ્ટા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જો. અપૂર્વ ૧૫
ત્યાં ચાર ઘનઘાતી કર્મનો નાશ થઈ જાય છે અને ભવનું બીજ, જન્મ મરણના બીજ રૂપ મોહનીય કર્મ તથા બીજા ઘાતી કર્મો ત્યાં બળી જાય છે. આત્યંતિક નાશ એટલે ફરીથી ન પ્રગટે એવી રીતે નાશ થાય છે. પછી બધા ભાવનો જ્ઞાતા અને દ્રષ્ટા સાથે શુદ્ધતા પ્રગટે એટલે આત્મા શુદ્ધ થઈ જાય. સંપૂર્ણ આત્મપ્રકાશ રૂપ અનંતવીર્ય પ્રગટે, એ પોતાને કૃતકૃત્ય, ધન્ય માને કે ત્યાં સુધી પહોંચી ગયો હવે બાકીનાં ચાર અઘાતી કર્મ રહ્યાં.
વેદનીયાદિ ચાર કર્મ વર્તે જહાં, બળી સીંદરીવત્ આકૃતિ માત્ર જો; તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પૂણે, મટિયે દૈહિક પાત્ર જો. અપૂર્વ ૧૬
વેદનીયાદિ એટલે નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય. આ ચાર અઘાતી કર્મનું વર્તવું હોય, પણ કાથીની એક સીંદરી હોય અને એને બાળી નાખી હોય, તો એનો આકાર દેખાય, પણ એનું કાંઈ બળ ન હોય એમ એ માત્ર આકૃતિ કહેવાય. એ પણ ક્યાં સુધી ? આ દેહ છે ત્યાં સુધી. આ ભવનું જેટલું આયુષ્ય બાકી હોય એટલી એની સ્થિતિ અને એ આયુષ્ય પૂર્ણ થાય, પછી એને દૈહિક પાત્ર હોય નહિ, એટલે કે જન્મ-મરણ કરવાનાં ન હોય. દેહ ધરવાનો ન હોય.
મન, વચન, કાયા ને કર્મની વર્ગણા, છૂટે જહાં સકળ પુલ સંબંધ જો; એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જો. અપૂર્વ ૧૭ મન, વચન અને કાયાનાં યોગ તેમ જ કાર્મણ વળગણા-વર્ગણાઓ છૂટી જાય છે. એ સકલ પુદ્ગલનો સંબંધ અને દેહનો સંબંધ છૂટી જાય છે. એ ચૌદમું ગુણસ્થાનક અયોગી કેવળીનું ગુણસ્થાનક એ કેવું મહાભાગ્ય, સુખદાયક અને પૂર્ણ અબંધ છે. પછી ત્યાં કર્મનો બંધ શું ન થાય ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org