________________
૧૮૮
શિક્ષામૃત
જેના ચિત્તમાં ત્યાગ, વૈરાગ્યાદિ સાધન ઉત્પન્ન થયાં ન હોય તેને જ્ઞાન ન થાય. અને જે ત્યાગ વિરાગમાં જ અટકી રહી, આત્મજ્ઞાનની આકાંક્ષા ન રાખે, તે પોતાનું ભાન ભૂલે, અર્થાત્ અજ્ઞાનપૂર્વક ત્યાગ વૈરાગ્યાદિ હોવાથી તે પૂજા સત્કારાદિથી પરાભવ પામે અને આત્માર્થ ચૂકી જાય.
જેના અંતઃકરણમાં ત્યાગ વૈરાગ્યાદિ ગુણો ઉત્પન્ન થયા નથી એવા જીવને આત્મજ્ઞાન ન થાય. કેમકે મલિન અંતઃકરણરૂપ દર્પણમાં આત્મોપદેશનું પ્રતિબિંબ પડવું ઘટતું નથી. તેમ જ માત્ર ત્યાગ વૈરાગ્યમાં રાચીને કૃતાર્થતા માને તે પણ પોતાના આત્માનું ભાન ભૂલે. અર્થાત્ આત્મજ્ઞાન નહીં હોવાથી અજ્ઞાનનું સચ્ચારીપણું છે, જેથી તે ત્યાગ વૈરાગ્યાદિનું માન ઉત્પન્ન કરવા અર્થે અને માનાર્થે સર્વ સંયમાદિ પ્રવૃત્તિ થઈ જાય; જેથી સંસારનો ઉચ્છેદ ન થાય. માત્ર ત્યાં જ અટકવું થાય. અર્થાત્ તે આત્મજ્ઞાન પામે નહીં. એમ ક્રિયાજડને સાધન-ક્રિયા અને તે સાધનનું જેથી સફળપણું થાય છે એવા આત્મજ્ઞાનનો ઉપદેશ કર્યો અને શુષ્કજ્ઞાની ને ત્યાગ વૈરાગ્યાદિ સાધનનો ઉપદેશ કરી વાચાજ્ઞાનમાં કલ્યાણ નથી એમ પ્રેર્યું.
જ્યાં કલ્પના, વિકલ્પો હોય છે, ત્યાં દુઃખ રહેલું છે. કલ્પના, વિકલ્પનો નાશ થાય તો, સંકલ્પ વિકલ્પ મટે તો ત્રણ વસ્તુ-સમ્યગ્રજ્ઞાન-દર્શન-ચારિત્ર પ્રાપ્ત થાય. આગમો વાંચીને ભણીને પવિત્ર થયું છે, પણ મનનું રખડવાનું ક્યાં મટે છે ? તે તો બાહ્યભાવમાં જ રમણતા કર્યા કરે છે. તને ઘાંચીના બળદની જેમ ઘર હજાર કોશ દૂર છે. અજ્ઞાની માણસ ક્રિયા કરે તે આ ઘાંચીના બળદ જેવી હોય છે. તે ગમે તેટલો પુરુષાર્થ આ ક્રિયા પાછળ કરે તો પણ તેનો સંસાર છૂટતો નથી.
કર્મ અનંત પ્રકારનાં છે. તેના મુખ્ય જ્ઞાનાવરણાદિ આઠ પ્રકાર થાય છે. તેમાં પણ મુખ્ય મોહનીય છે. તે મોહનીય કર્મ કેમ હણાય તેનો પાઠ કહું છું.
તે મોહનીય કર્મ બે ભેદે છે. એક ‘દર્શન મોહનીય એટલે પરમાર્થને વિષે અપરમાર્થબુદ્ધિ અને અપરમાર્થને વિશે પરમાર્થબુદ્ધિ. બીજું “ચારિત્ર મોહનીય’ તથારૂપ પરમાર્થને પરમાર્થ જાણીને આત્મસ્વભાવમાં જે સ્થિરતા થાય, તે સ્થિરતાનો રોધક એવા પૂર્વસંસ્કારરૂપ ‘કષાય અને નોકષાય? તે ચારિત્ર મોહનીય.
દર્શન મોહનીયને આત્મબોધ અને ચારિત્ર મોહનીયને વીતરાગપણું નાશ કરે છે. આ તેના અચૂક ઉપાય છે... અંધકાર જેમ પ્રકાશ થવાથી નાશ પામે છે, તે તેનો અચૂક ઉપાય છે. તેમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org