________________
૧૮૪
શિક્ષામૃત
શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તે જ સ્વભાવ જો; જીવિત કે મરણે નહીં ચૂનાધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો. અપૂર્વ ૧૦
આ દશા છેલ્લા ભવે હોય અથવા તો ત્રણ ભવ બાકી હોય ત્યારે આ દશા ઊંચામાં ઊંચી કૃપાળુદેવે ગાઈ છે. શત્રુ હોય કે મિત્ર, એ બંને તરફ સરખો ભાવ, મિત્ર તરફ રાગ નહીં, અને શત્રુ પર દ્વેષ નહીં. એને માન કે અપમાન હોય નહીં. કોઈ પગમાં લાંબો થઈને વંદન કરે, અથવા કોઈ ગાળો દે કે કોઈ કાદવ ઉડાડે, કે અપમાન કરે તો પણ એ તરફ એનો સરખો ભાવ હોય. એટલું જ નહીં, આ જીવન સો વર્ષનું થાય તો પણ ભલે અને અત્યારે જ મૃત્યુ આવે તો પણ ભલે એને ન્યૂન-ઓછું કે અધિક ન ગણે. એને જન્મ કે મરણ સમાન હોય. હજી ભવ બાકી હોય તો પણ ભલે, અને મોક્ષ થાય તો પણ ભલે, કારણ કે એ સદેહે મોક્ષ જેવું સુખ અનુભવતા હોય એટલે અને બન્ને તરફનો સમભાવ જ હોય. કેવી ઊંચી દશા !
એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો; અડોલ આસન, ને મનમાં નહીંક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો. અપૂર્વ ૧૧
સ્મશાનમાં એકાકી ધ્યાન ધરીને ઊભો હોય, વાઘ કે સિંહનો સંયોગ થાય, એ દેખે તો પણ એનું આસન અડોલ હોય, મનમાં જરાપણ ક્ષોભ ન હોય, ભય પણ ન લાગે. એને સિંહ કે વાઘ મળે તો જાણે પરમ મિત્રનો યોગ થયો હોય એટલો એના તરફ પ્રેમ વરસતો હોય. એ જીવ હિંસક પ્રાણી છે છતાં પણ તેના પ્રતિ - પ્રેમ વરસે. એવા મહાત્માઓ પાસે એ પ્રાણીઓ એમનો પોતાનો હિંસક સ્વભાવ મૂકી દે - ભૂલી જાય.
ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, સરસ અન્ને નહીં મનને પ્રસન્નભાવ જો; રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યાં પુલ એક સ્વભાવ જો. અપૂર્વ ૧૨
ઘોર તપશ્ચર્યા કરે પણ એના મનમાં એનો તાપ એટલે અભિમાન ન હોય, મન શાંત જ હોય. સારું ખાવાનું મળે તો પણ એનું મન પ્રસન્નતાનો ભાવ ન અનુભવે. રજકણ એટલે ધૂળ અને વૈમાનિક દેવની સમૃદ્ધિ એ બન્નેને તે સમાન ગણે. એ બધાં માત્ર પુદ્ગલ છે એમ ગણે. આ ધૂળ એ પણ પુલ છે, અને એ રિદ્ધિ સિદ્ધિ એ પણ પુદ્ગલ છે. એટલે એના પ્રત્યે ઉદાસીનતા જ છે.
એમ પરાજય કરીને ચારિત્રમોહનો, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જો; શ્રેણીક્ષપકતણી કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જો. અપૂર્વ ૧૩
એમ ઉપર કહ્યા તે ચારિત્રમોહના શત્રુઓને હરાવ્યા અને જ્યાં અપૂર્વકરણ કરવાની સ્થિતિ આવે એટલે પોતાની એ પ્રમાણે કરવાની દશા થાય એટલે શ્રેણી માંડે, ક્ષેપક શ્રેણી માંડે. એ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org