________________
શ્રી વચનામૃતજી
૧૮૧
સંયમના હેતુથી યોગપ્રવર્તન, સ્વરૂપલક્ષે જિનઆજ્ઞા આધીન જો; તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જો. અપૂર્વ૫
સંયમના હેતુથી આપણા યોગ કામ કરતા હોય એનો ઉદ્દેશ શું હોય ? સંયમ કેવી રીતે સમજાય ? સંયમના હેતુ માટે આપણા યોગ પ્રવર્તે તે કેવી રીતે ? પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના યથાર્થ પાલન સાથે વર્તે. આ દેહ ટકાવવો છે માટે આહાર તો લેવો પડે, પણ તે આહાર જાગૃતિપૂર્વક લેવાનો. ખાતી વખતે પણ આ શરીર ખાય છે, અને આત્મા જાગૃત હોય. ઈરિયા સમિતિથી ચાલતા હોય તો પણ આત્મા જાગૃત હોય, ભાષા સમિતિ-બોલતા હોય તો પણ આત્મા જાગૃત હોય, આદાનપ્રદાન સમિતિ, પરિષ્ઠાપનિકા સમિતિ એ આ શરીરને અંગે જે આવશ્યક છે, કર્યા વગર ન ચાલે એવી ક્રિયા છે, તે કરવી પણ જાગૃતિપૂર્વક જયણાપૂર્વક કરવી. આહાર નિહારની સમિતિ એમાં સમિતિ એટલે જાગૃતિ પૂર્વક, ઉપયોગ પૂર્વક એ ક્રિયા કરવી જોઈએ. અને ત્રણ ગુપ્તિ, મન ગુપ્તિ, વચન ગુપ્તિ અને કાયગુપ્તિ, આ ત્રણ આ દેહ ટકે ત્યાં સુધી કરવાની, પણ એ ઉપયોગપૂર્વક અને જાગૃતિપૂર્વક. એ સિવાય આરંભ પરિગ્રહ ઇત્યાદિ કાંઈ પછી કરવાના નહીં અને કરીએ તો હજી આપણને અંદર તૃષ્ણા છે, સંસાર પ્રત્યેનો મોહ છે. “સંયમના હેતુથી યોગ પ્રવર્તના” બીજે ક્યાંય યોગને પ્રવર્તાવવાના ? તો કહે ના. એવું કાંઈ પ્રવર્તન જ નહીં, અને એ પણ સ્વરૂપલક્ષે સ્વરૂપ પ્રાપ્તિના લક્ષે આત્મામાં જાગૃત રહીને. “જિન આજ્ઞા આધીન જો’ પછી લખે છે કે “તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતિ સ્થિતિમાં” : મન, વચન, કાયાના યોગની પ્રવૃત્તિ ક્ષીણ થતી જવી જોઈએ, અને અંતે એના સ્વરૂપમાં લીન થાય. એનું નામ નિજમન થાય અને પછી એ અમન થાય. મન રહે જ નહીં, આ પુરુષાર્થ કરવાનો છે. જાગૃત રહેવાનું છે.
પંચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો; દ્રવ્ય, ક્ષેત્રને કાળ, ભાવ પ્રતિબંધ વણ, વિચરવું ઉદયાધીન પણ વતલોભ જો. અપૂર્વ ૬
આ કડીમાં પાંચ વિષયો અને પાંચ પ્રમાદની વાત કરે છે. પંચ વિષય એટલે સ્પર્શેન્દ્રિયના વિષયો, જીભના વિષય, નાક ઇન્દ્રિયના વિષય, કાન ઇન્દ્રિયના વિષય અને આંખના વિષયો, એમાં જરા પણ રાગ કે દ્વેષ ન રહે. જે ઉદયમાં આવે એમાં પણ રાગદ્વેષ ન કરે, ઈષ્ટ અનિષ્ટપણું ન કરે, ઉદાસીન રહે, એમાં રાગદ્વેષ થવા દેવામાં ન આવે તો, એ વિષયોના વિકાર વધતા જાય નહીં, ‘પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભજો.” પાંચ પ્રમાદ કહ્યા છે એ મદ, વિષય, કષાય નિંદા અને અશુભ યોગ છે. બાકી બીજા અર્થમાં તો એમ થાય કે પ્રમાદ એટલે આત્માના જાગૃતપણામાંથી બહાર નીકળી જવું. એ પ્રમાદ ઉદયથી થાય અને એવો ધક્કો વાગી જાય કે, એને એમ લાગે કે ઉદયનો ધક્કો આત્માના વીર્ય કરતાં વધારે જોરવાળો આવ્યો, માટે આમ થયું. પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org