________________
શ્રી વચનામૃતજી
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણે અભિન્ન ભાવે એક રીતે આત્મસ્વરૂપે પરિણમે ત્યાં પરમપદની પ્રાપ્તિ પૂર્ણ રીતે થાય, અને તે નિશ્ચયથી અત્યંત સુખદાયક થાય. મોક્ષના સુખથી બીજું કોઈ મોટું સુખ નથી. એ સુખ આવ્યા પછી જાય નહીં એવું છે, એટલે તે અનન્ય સુખદાયી કહેવાય.
જીવ, અજીવ પદાર્થો, પુણ્ય, પાપ, આસ્રવ તથા બંધ;
સંવર, નિર્જરા, મોક્ષ, તત્ત્વ કહ્યાં નવ પદાર્થ સંબંધ. ૭
નવ તત્ત્વો કહ્યાં છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. આ નવે તત્ત્વ જીવની સાથે સંબંધવાળાં છે. ક્યાં સુધી ? જ્યાં સુધી સંસારમાં રખડીએ છીએ ત્યાં સુધી. જ્યાં સુધી મોક્ષ ન થાય ત્યાં સુધી બરાબર સંબંધવાળાં છે.
૧૭૭
જીવ અજીવ વિશે તે, નવે તત્ત્વનો સમાવેશ થાય; વસ્તુ વિચાર વિશેષે, ભિન્ન પ્રબોધ્યા મહાન મુનિરાય. ૮
નવ તત્ત્વ કહેવાય છે, પણ એ નવે તત્ત્વ બે તત્ત્વમાં સમાઈ જાય છે. (૧) જીવ તત્ત્વ અને (૨) અજીવ તત્ત્વમાં. નવ તત્ત્વ જુદાં જુદાં વર્ણવવાનું કારણ અર્થાત્ ભિન્ન પ્રબોધવાનું કારણ એ છે કે એથી વસ્તુનો (આત્મ દ્રવ્યનો) વિશેષ વિચાર ભવ્ય આત્માઓ કરી શકે અને પુરુષાર્થ કરી શકે એટલા માટે મહાત્મા પુરુષોએ એને નવ ભેદ પાડી ને નવ તત્ત્વો તરીકે સમજાવ્યાં છે.
૭૨૫
કૃપાળુદેવનું ત્રીસમું વર્ષ ચાલે છે. ત્યારે આ પત્ર લખ્યો છે.
જ્ઞાનીઓએ મનુષ્યપણું ચિંતામણિરત્નતુલ્ય કહ્યું છે, તે વિચારો તો પ્રત્યક્ષ જણાય તેવું છે.
આ મનુષ્ય ભવ મળ્યો છે એ ચિંતામણિ રત્ન સમાન છે એમ કહ્યું છે. ઘણા માણસોને વિચાર કરવાનો સમય જ ક્યાં છે ? બધી વાતની ફુરસદ મળે, પણ ‘હું કોણ છું ?' એનો વિચાર કરવાનો જરા પણ અવકાશ ન મળે.
Jain Education International
વિશેષ વિચારતાં તો તે મનુષ્યપણાનો એક સમય પણ ચિંતામણિરત્નથી પરમ માહાત્મ્યવાન અને મૂલ્યવાન દેખાય છે.
મનુષ્યપણાના એક સમયનું મૂલ્ય ચિંતામણિરત્નથી વધારે જણાય છે.
અને જો દેહાર્થમાં જ તે મનુષ્યપણું વ્યતીત થયું તો તો એક ફૂટી બદામની કિંમતનું નથી, એમ નિઃસંદેહ દેખાય છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org