________________
શિક્ષામૃત
આ દેહ માટે, કુટુંબ માટે, આપણાં સગાંઓ માટે, સંસાર માટે, જો આ આખું આયુષ્ય પૂરું થાય તો તે એક ફૂટી બદામની કિંમતનું નથી, એમ નિઃસંદેહ જણાય છે. ચોક્કસ એમ સમજવું. ઊલટાનાં નવાં કર્મ જેટલાં બાંધ્યાં હોય એ ભોગવવા માટે નીચી ગતિમાં જીવ ચાલ્યો જાય.
૧૭૮
૭૩૬
રાગદ્વેષનાં પ્રત્યક્ષ બળવાન નિમિત્તો પ્રાપ્ત થયે પણ જેનો આત્મભાવ કિંચિત્ માત્ર પણ ક્ષોભ પામતો નથી, તે જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતાં પણ મહા નિર્જરા થાય, એમાં સંશય નથી.
જ્ઞાની એ છે કે જેને રાગદ્વેષનાં નિમિત્તો મળે છતાં રાગદ્વેષ કરે નહીં, તે સ્વસ્થ અને શાંત બેઠા હોય. એને કાંઈ ન થાય. એવા જ્ઞાનીની દશાનો જો આપણે વિચાર પણ કરીએ તો આપણને પણ કર્મની નિર્જરાનો લાભ થાય. એમ કૃપાળુદેવે લખ્યું છે.
૭૩૮ ૐ
આ ‘અપૂર્વ અવસર’ કાવ્ય પરમ કૃપાળુદેવે પોતે વવાણિયામાં એમના ફળિયામાં એમનાં પૂ. માતુશ્રી પાસે ખાટલા પર બેઠા હતા ત્યારે લખ્યું છે. એ એટલું સરસ કાવ્ય છે કે ગાંધીજીએ ‘આશ્રમ ભજનાવલી’માં એને સ્થાન આપ્યું હતું અને પોતાની પ્રાર્થનાસભામાં તે ગવરાવતા. જેઓ આ માર્ગમાં છે તેઓ તથા બીજા બધા આ ગાય છે, પણ આ ‘અપૂર્વ અવસ૨’ને યથાર્થ સમજવું એ ઘણું અઘરું છે. એ ગાતાં હોઈએ ત્યારે એવું મનમાં થઈ જાય કે ‘આહાહા ! કેવું સરસ કહ્યું છે કે ‘એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી વાઘ સિંહ સંયોગ જો,' એ ગાતાં કેવો આનંદ થાય ! પરંતુ એની મજા ફક્ત મનમાં જ આવે. પરંતુ જ્યારે સ્મશાનમાં જાય કે વાઘ સિંહવાળા વનમાં જાય ત્યારે ખબર પડે !
આમાં ચારિત્ર-મોહની પ્રકૃતિઓનો કેમ નાશ કરવો તે જણાવવામાં આવેલ છે. પણ જ્યાં સુધી દર્શનોહનીય જાય નહીં, નિગ્રંથપણું આવે નહીં ત્યાં સુધી ચારિત્રમોહની એકેય પ્રકૃતિ સમૂળગી નાશ પામે નહીં. દર્શન મોહ-મિથ્યાત્વ મોહને ભ્રાંતિ પણ કહેવામાં આવે છે. કાળના વિષમપણાને કારણે દર્શનમોહ શું છે તેની ખબર પડતી નથી. સમકિત ક્યારે આવ્યું કહેવાય ?
‘અપૂર્વ અવસર’માં પ્રથમ સમજવા જેવું એ છે કે દર્શન મોહ ગયા પછીની જ આ ભૂમિકા છે. પહેલી બે ત્રણ કડીમાં જ કૃપાળુદેવ ઉલ્લેખ કરે છે કે “દર્શન મોહ વ્યતીત થઈ ઊપજ્યો બોધ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org