________________
૧૭૬
૭૨૪ ગીતિ
પંથ પરમપદ બોધ્યો, જેહ પ્રમાણે પરમ વીતરાગે; તે અનુસરી કહીશું, પ્રણમીને તે પ્રભુ ભક્તિ રાગે. ૧
વીતરાગ ભગવાને જે રીતે પરમપદ પામવાને માટેનો મોક્ષમાર્ગ કહ્યો છે, એ ભગવાનને ભક્તિપૂર્વક પ્રણામ કરીને તેઓ કહી ગયા છે તે પ્રમાણે અમે કહીશું.
મૂળ પરમપદ કારણ, સમ્યક્ દર્શન જ્ઞાન ચરણ પૂર્ણ; પ્રણમે એક સ્વભાવે, શુદ્ધ સમાધિ ત્યાં પરિપૂર્ણ. ૨
મૂળ પરમપદનું કારણ શું ? મોક્ષનું કારણ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સભ્યચારિત્રપૂર્ણ એટલે એ ત્રણે સંપૂર્ણ પ્રાપ્ત થાય, , એટલે પરમપદનું કારણ પ્રાપ્ત થયું કહેવાય. એ ત્રણે જો એક સ્વભાવે પરિણમે તોપણ. સમજવા માટે સમ્યગ્દર્શન જુદું, સમ્યજ્ઞાન જુદું અને સમ્યક્ચારિત્ર જુદું વિચારાય. એ ત્રણે એકત્વ ભાવે પરિણમે તો આત્માને પરિપૂર્ણ સમાધિ પ્રાપ્ત થાય.
જે ચેતન જડ ભાવો, અવલોક્યા છે મુનીંદ્ર સર્વશે;
તેવી અંતર આસ્થા, પ્રગટ્ય દર્શન કહ્યું છે તત્ત્વશે. ૩
Jain Education International
જે ચેતન, જડ વગેરે છ દ્રવ્યો અને ભાવોને સર્વજ્ઞપણાથી ભગવાને પોતાના કેવળજ્ઞાનથી જોયા છે, તે પ્રમાણે જાણીને અંતરની આસ્થા-શ્રદ્ધા થાય તેને તત્ત્વજ્ઞ પુરુષોએ સમ્યગ્દર્શન કહ્યું છે. એને સમકિત પણ કહેવાય છે.
સમ્યક્ પ્રમાણપૂર્વક, તે તે ભાવો જ્ઞાન વિશે ભાસે;
સમ્યગ્ જ્ઞાન કહ્યું તે, સંશય, વિભ્રમ, મોહ ત્યાં નાગ્યે. ૪
શિક્ષામૃત
જે રીતે કહ્યાં છે તે જ પ્રમાણે, યથાર્થ રીતે જ્ઞાનને વિશે એ બધા ભાવો સમ્યક્ પરિણામે જ્યારે જોવામાં આવે ત્યારે એને સમ્યજ્ઞાન કહ્યું છે. જેને સમ્યજ્ઞાન થાય એને સંશય વિભ્રમ (ભ્રાંતિ) અને મોહ એ બધાં નાશ પામે.
વિષયારંભ-નિવૃત્તિ, રાગ-દ્વેષનો અભાવ જ્યાં થાય; સહિત સમ્યક્દર્શન, શુદ્ધ ચરણ ત્યાં સમાધિ સદુપાય. ૫
પાંચ ઇન્દ્રિયોના વિષયોની નિવૃત્તિ, રાગ અને દ્વેષ એ બધાનો ક્ષય થાય એને સમ્યગ્દર્શન તો હોય જ. એને શુદ્ધ ચારિત્ર પ્રાપ્ત થાય. એનું ફળ તે આત્માને સમાધિ પ્રાપ્ત થાય.
ત્રણે અભિન્ન સ્વભાવે, પરિણમી આત્મસ્વરૂપ જ્યાં થાય; પૂર્ણ પરમપદપ્રાપ્તિ, નિશ્ચયથી ત્યાં અનન્ય સુખદાય. ૭
For Personal & Private Use Only
www.jainelibrary.org