________________
શ્રી વચનામૃતજી
૧૬૩
માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય;
જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. ૧૮ માન અને પૂજાસત્કારાદિનો લોભ એ આદિ મહાશત્રુ છે, તે પોતાના ડહાપણે ચાલતાં નાશ પામે નહીં, અને સદ્ગુરુના શરણમાં જતાં સહજ પ્રયત્નમાં જાય. ૧૮
માન-માયા-લોભ-ક્રોધ વગેરે મહાશત્રુ છે. સગુરુના આશ્રમમાં જતાં સહજ મહેનતમાં નાશ કરી શકાય છે તેમ કહે છે.
જે સદ્ગુરુ ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન;
ગુરુ રહ્યા છધસ્થ, પણ વિનય કરે ભગવાન. ૧૯ જે સદ્ગુરુના ઉપદેશથી કોઈ કેવળજ્ઞાનને પામ્યા તે સદ્ગુરુ હજુ છવસ્થ રહ્યા હોય, તો પણ જે કેવળજ્ઞાનને પામ્યા છે એવા તે કેવળી ભગવાન છવસ્થ એવા પોતાના સદ્ગુરુની વૈયાવચ્ચ કરે. ૧૯
એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ;
મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય. ૨૦ એવો વિનયનો માર્ગ શ્રી જિને ઉપદેશ્યો છે. એ માર્ગનો મૂળ હેતુ એટલે તેથી આત્માને શો ઉપકાર થાય છે, તે કોઈક સુભાગ્ય એટલે સુલભબોધિ અથવા આરાધક જીવ હોય તે સમજે. ૨૦
શિષ્ય જે સદગુરુના ઉપદેશથી કેવળજ્ઞાન પામે અને ગુરુ હજી કેવળજ્ઞાનને પામ્યા નથી છબી અવસ્થામાં છે તેનો વિનય, શિષ્ય-વીતરાગ ભગવાન બનવા છતાં કરે, વિનયનો માર્ગ આ પ્રમાણે વીતરાગ ભગવંતોએ કહ્યો છે. તેને કોઈ સુભાગ્ય-સમજે . આનો દાખલો કૃપાળુદેવ અને શ્રી સોભાગભાઈ છે.
અસદ્ગુરુ એ વિનયનો, લાભ લહે જો કાંઈ;
મહામોહનીય કર્મથી, બૂડે ભવજળ માંહી ૨૧ આ વિનય માર્ગ કહ્યો તેનો લાભ એટલે તે શિષ્યાદિની પાસે કરાવવાની ઇચ્છા કરીને જો કોઈ પણ અસદ્ગુરુ પોતાને વિશે સરપણું સ્થાપે તો તે મહામોહનીય કર્મ ઉપાર્જન કરી ભવસમુદ્રમાં બૂડે. ૨૧
શિષ્યના વિનયનો અસદ્ગુરુ કોઈ લાભ લે, તો તેણે મહા મોહનીય કર્મ બાંધીને ભવસમુદ્રમાં રખડી મરવાનું છે.
હોય મુમુક્ષુ જીવ તે, સમજે એક વિચાર; હોય મતાર્થી જીવ તે, અવળો લે નિર્ધાર. ૨૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org